વર્લ્ડ કપ ટીમમાં સિલેક્શન ન થવા માટે કેએલ રાહુલ ખુદ જવાબદાર? જાણો શું કહ્યું ચીફ સિલેક્ટરે?
ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ટીમમાં કેએલ રાહુલને સ્થાન મળ્યુ નથી. હવે આ બાબતે ખુબ ચીફ સિલેક્ટરે વાત કરી છે.
ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં બે વિકેટકીપર બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

કેએલ રાહુલ આઈપીએલમાં સારી બેટિંગ કરી રહ્યો છે પરંતુ તેને ટીમમાં સામેલ ન કરવાનું કારણ સામે આવ્યું છે. કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ઉલ્લેખ કર્યો.
અજીત અગરકરે કહ્યું કે, કેએલ રાહુલ મહાન ખેલાડી છે પરંતુ અમે મિડલ ઓર્ડરમાં બેટ્સમેનની શોધમાં હતા. હાલમાં કેએલ રાહુલ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે. મને લાગે છે કે સંજુ સેમસન જરૂર પડ્યે નીચા ક્રમમાં રમવાની ક્ષમતા ધરાવે છે. રિષભ પંત પણ દિલ્હી કેપિટલ્સ તરફથી પાંચમા નંબર પર રમી રહ્યો છે.
અગરકરે કહ્યું કે એવું નથી કે કેએલ કે અન્ય કોઈ સારો ખેલાડી છે. આ જરૂરી સ્લોટ્સ વિશે છે અને અમને લાગે છે કે આ બન્ને (પંત-સેમસન) આ વખતે વધુ સારી રીતે સજ્જ છે. તે મોડા રમ્યા છે અને વિકેટ પર સમય વિતાવ્યો છે, જે મને લાગે છે કે વર્લ્ડ કપમાં તેમની જરૂર છે.
નોંધનીય છે કે IPLની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ ઉપરાંત સંજુ સેમસને બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. કેએલ રાહુલે પણ પોતાના બેટથી રન બનાવ્યા છે પરંતુ ટીમ કોમ્બિનેશનને જોતા તેને સામેલ કરી શકાયો નથી.
રિષભ પંતે આ સિઝનમાં લગભગ 157ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ઋષભ પંત કાર અકસ્માત બાદ રમતા રન બનાવવામાં સફળ રહ્યો છે. IPLની આ સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 88 રહ્યો છે. તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો કારણ કે તે મિડલ ઓર્ડરમાં રમે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
