KKR vs PSBK : પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, આ ખેલાડીઓ પર નજર રહેશે
પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
પંજાબ કિંગ્સ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત માટે મેદાને ઉતરશે. પંજાબ કિંગ્સને છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

પંજાબ અને કોલકાતા વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમાઈ છે. આમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો હાથ ઉપર રહ્યો છે.
કોલકાતાએ 32માંથી 21 મેચ જીતી છે. જ્યારે પંજાબ કિંગ્સ માત્ર 11 મેચ જીતી શકી છે. ગયા વર્ષે 2023માં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ખૂબ જ રોમાંચક જીત હાંસલ કરી હતી.
પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ આ સિઝનમાં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. શશાંક સિંહ અને આશુતોષ શર્મા જેવા નવા ખેલાડીઓએ પંજાબ કિંગ્સ માટે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
જો કે મોટા નામના ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમના ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
સુનીલ નારાયણે આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર બેટિંગ કરી છે. પોતાની બોલિંગથી તબાહી મચાવનાર સુનીલ નારાયણે પણ બેટથી ધૂમ મચાવી છે.
કોલકાતા તરફથી ઓપનિંગ કરતી વખતે સુનીલ નારાયણે આ વર્ષે સદી પણ ફટકારી છે. આ મેચમાં સુનીલ નારાયણ મોટી ભૂમિકા ભજવી શકે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
