IPL 2023 KKR vs PBKS: કોલકાતા અને પંજાબ વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો, કોણ જીતશે આજની મેચ?
ઈન્ડિયન પ્રીમિયર લીગની 53મી મેચમાં સોમવારે સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે. KKR એ તેની છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પાંચ રનથી જીત મેળવી હતી, જ્યારે પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
આ વર્ષની IPLમાં ઈડન ગાર્ડન્સ ખાતેની તમામ મેચોમાં ટોસ જીતનાર સુકાનીએ પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું છે. KKR અત્યારે 10 મેચમાં આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. બીજી તરફ PBKS દસ મેચમાં દસ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે.

KKRનું પેસ એટેક પંજાબ સામે મોટો પડકાર ઉભો કરી શકે છે. જો કે પંજાબનું બેટિંગ વિભાગ પણ મજબૂત સ્થિતિમાં છે. હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં કોલકાતાની ટીમ માટે રિંકુ સિંહે 35 બોલમાં 46 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બોલરોમાં વરુણ ચક્રવર્તીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને છેલ્લી ઓવરમાં આઠ રન બચાવીને KKRની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અત્યારે, KKR ને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે તેમની બાકીની મોટાભાગની મેચો જીતવી જરૂરી છે. એવી સંભાવના છે કે બીજી ઇનિંગ્સમાં ઝાકળ એક મોટું પરિબળ બની શકે છે. એટલા માટે ટોસ જીતનારી ટીમ પહેલા ફિલ્ડીંગ કરવાનું પસંદ કરી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ અત્યાર સુધીમાં એકબીજા સામે 31 મેચ રમી છે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 20 મેચ જીતી છે જ્યારે પંજાબ કિંગ્સે 11 મેચ જીતી છે. આ બંને ટીમો વચ્ચે સોમવારે એટલે કે આજે એક રસપ્રદ મેચ જોવા મળશે. પિચ પર ઝાકળને કારણે, પરિસ્થિતિ બીજી બેટિંગ કરનારી ટીમને અનુકૂળ થઈ શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
