Jasprit Bumrah Retirement : કોહલી-શર્મા અને જાડેજા બાદ જસપ્રીત બુમરાહ રિટાયર થવા જઈ રહ્યો છે? જાણો શું કહ્યું?
Jasprit Bumrah Retirement : ભારતીય ટીમને t20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવનારા જસપ્રીત બુમરાહે તેના રિટાયરમેન્ટને લઈને ખુલાસો કર્યો છે.
જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડવામાં મોટો ફાળો આપ્યો છે. તેણે ટુર્નામેન્ટમાં 8.27ની એવરેજથી 15 વિકેટ લીધી અને માત્ર 4.18ની ઈકોનોમીથી રન આપ્યા.

આ શાનદાર પ્રદર્શન માટે બુમરાહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો. હવે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ બુમરાહે તેની નિવૃત્તિ વિશે વાત કરી છે.
જણાવી દઈએ કે, 2024માં T20 ચેમ્પિયન બનતા જ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. આ પછી રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો.
આ પછી એક દિવસ બાદ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું. હવે 30 વર્ષીય બુમરાહે પણ નિવૃત્તિની વાત કરી છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત સન્માન સમારોહમાં બુમરાહે નિવૃત્તિ વિશે કહ્યું કે, હજી તો લાંબી મજલ બાકી છે. મેં હમણાં જ શરૂઆત કરી છે. મને આશા છે કે તે હજુ દૂર છે. બુમરાહે સ્પષ્ટ કર્યું છે કે તેનો અત્યારે કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.
વિરાટ કોહલીએ સન્માન સમારોહમાં જસપ્રીત બુમરાહના ખૂબ વખાણ કર્યા. તેણે બુમરાહને રાષ્ટ્રીય ખજાનો અને વિશ્વની 8મી અજાયબી ગણાવી. કોહલીએ કહ્યું કે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 30 બોલમાં 30 રનની જરૂર હતી ત્યારે બુમરાહના શાનદાર પ્રદર્શને ભારતને જીત અપાવી.












Click it and Unblock the Notifications
