IPL 2020ને લઈ માઈકલ હોલ્ડંગે મોટું નિવેદન આપ્યું, કહ્યું- માત્ર BCCI પાસે પૂરો અધિકાર
IPL 2020ને લઈ માઈકલ હોલ્ડંગે મોટું નિવેદન આપ્યું, કહ્યું- માત્ર BCCI પાસે પૂરો અધિકાર
નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસને પગલે હાલના દિવસોમાં ખેલ જગત સંપૂર્ણપણે ઠપ્પ પડી ગયું છે. આ મહામારીને પગલે ક્રિકેટને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધી આઈપીએલ સહિત કેટલાય મોટા ટૂર્નામેન્ટ અને દ્વિપક્ષીય સીરિઝ કાં તો ટાળી દેવામાં આવી છે અથવા તો રદદ કરી દેવામાં આવી છે. જ્યારે હવે આ મહામારીને પગલે ઓસ્ટ્રેલિયાની મેજબાનીમાં રમાનાર ટી20 વર્લ્ડ કપ પર પણ ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. 28 મેના રોજ થયેલ બેઠકમાં આઈસીસીએ ટી20 વર્લ્ડ કપના ભવિષ્યના ફેસલાને 10 જૂન સુધી ટાળી દીધો છે.

જો કે આ દરમિયાન એવી પણ અટકળો લગાવવામા આવી રહી છે કે જો ટી20 વર્લ્ડ કપનુ આયોજન ટળે છે તો ઓક્ટોબર- નવેમ્બરમાં વિન્ડોમાં બીસીસીઆઈ આઈપીએલની 13મી સિઝનનું આયોજન કરાવી શકે છે. આ મુદ્દા પર ઈયાન ચૈપલ સહિત કેટલાય દિગ્ગજ ખેલાડીઓએ પોતાનું મંતવ્ય રાખ્યું, કેટલાકે આને માત્ર પૈસા કમાવવાનો ધંધો ગણાવ્યો. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ પેસર અને દિગ્ગજ ખેલાડી માઈકલ હોલ્ડંગે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.
માઇકલ હોલ્ડિંગે આ મુદ્દા પર પોતાનું મંતવ્ય આપતા કહ્યું કે જો ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ટી20 વિશ્વ કપ નક્કી સમય પહેલા ટાળી દેવામાં આવે છે તો બીસીસીઆઈ પાસે વર્ષના અંતમાં આઈપીએલનું આયોજન કરાવવાનો પૂરો અધિકાર છે.
ઈન્સ્ટાગ્રામ લાઈવ પર નિખલ નાજ સાથે વાત કરતા હોલ્ડંગે કહ્યું કે, મને નથી લાગતું કે આઈપીએલ માટે જગ્યા બનાવી શકે તે માટે આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં વિલંબ કરે. આ ઓસ્ટ્રેલિયાઈ સરકારનો નિયમ છે, જ્યાં તેઓ કોઈપણ નિશ્ચિત તારીખ પહેલા કોઈનેપણ દેશમા આવવાની મંજૂરી નહિ આપે. જો ટી20 વર્લ્ડ કપનું આયોજન નક્કી સમય પર ના થયું ત બીસીસીઆઈ પાસે આ ઘરેલૂ ટૂર્નામેન્ટ આયોજિત કરવાનો પૂરો અધિકાર છે.
જણાવી દઈએ કે અગાઉ 29 માર્ચના રોજ આઈપીએલનું આયોજન થનાર હતું પરંતુ કોરોના વાયરસને પગલે અનિશ્ચિત કાળ માટે તે ટાળી દેવામાં આવ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
