IPL 2025 Opening Ceremony : આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં એવુ તો શું થયુ કે ફેન્સ દિશા પટણી પર ગુસ્સે ભરાયા?
IPL 2025 Opening Ceremony : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2050) ની શરૂઆત કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ છે. સમારોહની શરૂઆત શ્રેયા ઘોષાલના સૂરિલા ગીતોથી થઈ અને ત્યારબાદ બોલીવૂડ અભિનેત્રી દિશા પટાણીએ તેની અદાઓથી ક્રિકેટ ફેન્સને ઘાયલ કર્યા.
મંચ પર કરણ આહુજાએ પણ પોતાની પ્રસ્તુતિ આપી. દર્શકો માટે આ એક યાદગાર અનુભવ હતો અને ફેન્સ દિશાના ડાન્સ પર ઝૂમતા જોવા મળ્યા.

જો કે આ દરમિયાન જિયો હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ પર આ સમારોહનું પ્રસારણ જોઈ રહેલા ફેન્સ નિરાશ થયા અને ફરિયાદ કરતા જોવા મળ્યા. દિશા પટાણીની પરફોર્મન્સ દરમિયાન પ્રસારણ અચાનક બંધ થઈ જતા લોકોએ હંગામો કરી દીધો.
આ અચાનક વિક્ષેપને કારણે દર્શકો નારાજ થયા અને સોશિયલ મીડિયા પર જિયો હોટસ્ટારને ટ્રોલ કરતા જોવા મળ્યા. કેટલાંક દર્શકોને લાગ્યું કે તેમના સાથે છેતરપિંડી થઈ છે.
ઉદ્ઘાટન સમારોહ બાદ કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે પ્રથમ મેચ રમાઈ. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 35 IPL મેચ રમાઈ છે, જેમાંથી KKRએ 21 અને RCBએ 14 જીત મેળવી છે.
ઇડન ગાર્ડન્સમાં બંને ટીમો 12 વખત ટકરાઈ છે, જેમાં KKRએ 8 વખત અને RCBએ 4 વખત જીત મેળવી છે. આજના મુકાબલામાં આરસીબીનું પત્તુ ભારે છે અને પહેલી જીત સાથે આઈપીએલની શરૂઆત કરશે તે લગભગ નક્કી છે.
KKRએ 20 ઓવરમાં 174/8 રન બનાવ્યા હતા. આના જવાબમાં RCB એ 15.2 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવીને 162 રન બનાવી લીધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
