IPL 2025 : BCCIએ IPLમાં લાગુ કર્યો જૂનો નિયમ, જાણો શું છે આ નિયમ?
IPL 2025 : IPL શરૂ થવા જઈ રહી છે અને ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે. આ ઉત્સાહ વચ્ચે બીસીસીઆઈએ પણ તૈયારી પુર્ણ કરી લીધી છે.
આ દરમિયાન હાલમાં જ યોજાયેલી એક મહત્વની બેઠકમાં BCCIએ IPLમાં એક જૂનો નિયમ ફરીથી લાગુ કર્યો છે. આ નિર્ણય બોલરો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

BCCIએ જાહેરાત કરી છે કે આ સીઝનમાં બોલરોને બોલ પર થુક લગાવવાની છૂટ આપવામાં આવશે. કોરોનાકાળ દરમિયાન આ નિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે BCCIએ આ નિયમને ફરીથી અમલમાં મૂક્યો છે.
આ નિર્ણય લેતા પહેલા તમામ IPL ટીમોના કેપ્ટનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેઓએ પણ આ નિયમ પુનઃલાગુ કરવાની સંમતિ આપી હતી. બેઠકમાં ભાગ લેનારા તમામ કેપ્ટન બોલ પર થુક લગાવવાની મંજૂરી આપવાના પક્ષમાં હતા.
થોડા દિવસ પહેલા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ આ મુદ્દા પર પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ. શમીએ કહ્યું હતું કે હવે જ્યારે કોરોના વાયરસનો ખતરો ઘટી ગયો છે ત્યારે બોલ પર થુક લગાવવાની પરવાનગી હોવી જોઈએ, જેથી બોલરોને રિવર્સ સ્વિંગમાં મદદ મળી શકે.
BCCIએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પગલાં ભર્યા છે, જો કે ICC તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ નિર્ણય બાદ બોલરો IPLમાં વધુ અસરકારક બની શકે છે. ખાસ કરીને ફાસ્ટ બોલરો માટે રિવર્સ સ્વિંગનું હથિયાર ફરીથી ઉપયોગમાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
