IPL 2024 : યશસ્વી જયસ્વાલ કે રિંકુ સિંહ? આ 5 ખેલાડીઓ પર તમામની નજર રહેશે
આઈપીએલ 2024 શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. 22 માર્ચે પહેલો મુકાબલો રમાશે. આ આઈપીએલમાં ઘણા યુવા ખેલાડીઓ પર લોકોની નજર રહેશે.
આઈપીએલ યુવા ભારતીય ખેલાડીઓ માટે સૌથી શાનદાર પ્લેટફોર્મ રહ્યું છે. અહીંથી ઘણા ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ચમક્યા છે. આ સિઝનમાં 5 ખેલાડીઓ પર ખાસ નજર રહેશે.

રિંકુ સિંહ
કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહે આઈપીએલની ગઈ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશ દયાલની છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને KKRને યાદગાર જીત અપાવી હતી. 2023 IPLમાં રિંકુના બેટમાંથી કુલ 474 રન આવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 149થી ઉપર હતો. આવી સ્થિતિમાં રિંકુ સિંહ માટે પણ આ સિઝન શાનદાર સાબિત થઈ શકે છે.
યશસ્વી જયસ્વાલ
આ લિસ્ટમાં રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું નામ બીજા સ્થાને છે. યશસ્વી જયસ્વાલે IPL 2023માં 627 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 164 હતો. યશસ્વી જયસ્વાલ હાલમાં શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બે બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. યશસ્વી જયસ્વાલ આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે કમાલ કરી શકે છે.
કુલદીપ યાદવ
આ આઈપીએલમાં તમામની નજર ભારતીય ટીમના ચાઈનામેન બોલર કુલદીપ યાદવ પર પણ રહેશે. કુલદીપ યાદવે છેલ્લા 15 મહિનામાં જબરદસ્ત વાપસી કરી છે. ODI વર્લ્ડ કપમાં કુલદીપ યાદવનું પ્રદર્શન પણ ભારત માટે શાનદાર રહ્યું હતું. કુલદીપ યાદવ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. આવી સ્થિતિમાં તે ટીમ માટે મેચ વિનિંગ બોલર સાબિત થઈ શકે છે.
શિવમ દુબે
ગયા વર્ષે ઓલરાઉન્ડર શિવમ દુબેએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. વર્ષ 2023માં શિવમ દુબેએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 158ના સ્ટ્રાઈક રેટ સાથે 418 રન બનાવ્યા હતા. શિવમ દુબે આ સિઝનમાં પણ ચેન્નાઈ માટે શાનદાર પ્રદર્શન કરી શકે છે.
ધ્રુવ જુરેલ
દરેકની નજર યુવા ભારતીય વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ પર પણ રહેશે. જુરેલ IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે. છેલ્લી ઓવરમાં આક્રમક બેટિંગ કરનાર ધ્રુવ જુરેલે ગત સિઝનમાં 172ના ખતરનાક સ્ટ્રાઈક રેટ સાથે 152 રન બનાવ્યા હતા. ધ્રુવ સ્પિન સામે ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
