IPL 2024 : RCB ના પ્લેઓફમાં પહોંચવાના કેટલા ચાન્સ? જાણો શું કહે છે ગણિત?
કોહલીએ કેપ્ટન્સી છોડ્યા બાદ આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ સ્થિતીમાં તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ સિઝન ખૂબ જ ખરાબ રહી છે. ટીમ 8માંથી 7 મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું RCB અહીંથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે કે કેમ?

આરસીબીએ 8 મેચ રમી છે અને માત્ર એક જ જીત મેળવી છે. એક જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ અને -1.046ના નેટ રન રેટ સાથે 10મા સ્થાને છે. આવ સ્થિતિમાં ટીમ માટે 10મા સ્થાનેથી સીધા ટોપ 4માં પહોંચવું આસાન નહીં હોય.
હાલના સમીકરણમાં આરસીબીના પ્લેઓફમાં પહોંચવાના કેટલા ચાન્સ?
ક્વોલિફાઈંગ હવે આરસીબીના હાથમાંથી બહાર થઈ ગયું છે. એટલે કે હવે તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. આરસીબી પાસે સિઝનમાં હજુ 6 મેચ રમવાની છે. જો ટીમ તમામ મેચ જીતી જાય તો તેના કુલ 14 પોઈન્ટ હશે. પ્લેઓફમાં જવા માટે કોઈપણ ટીમને ઓછામાં ઓછા 16 પોઈન્ટની જરૂર હોય છે.
છેલ્લી સીઝન એટલે કે 2023 IPLમાં, RCBએ 14 પોઈન્ટ હાંસલ કર્યા હતા પરંતુ ટીમ ક્વોલિફાઈ કરી શકી ન હતી.
આ સ્થિતિમાં ક્વોલિફાય થવા માટે આરસીબીએ પહેલા તો બાકીની તમામ મેચો જીતવી પડશે. જો ટીમ બાકીની મેચમાંથી એક પણ હારી જાય તો તેના માટે ક્વોલિફાય થવું અશક્ય બની જશે. તમામ મેચો જીત્યા બાદ ટીમે આશા રાખવી પડશે કે અન્ય ટીમોના પરિણામ તેમના પક્ષમાં આવશે, જેથી તે 14 પોઈન્ટ સાથે ટોપ-4માં જગ્યા બનાવી શકે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
