IPL 2024 Today's Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - આરસીબી vs એલએસજી
IPL 2024 Today's Match RCB vs LSG: IPL 2024માં રૉયલ ચેલેન્જર બેંગ્લોર આજે મંગળવારે લખનઉ સુપરજાયન્ટ્સ સામે ટકરાશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેમના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનઉ સુપરજાયન્ટ્સ સામે જીતવા પર નજર રાખશે. RCBને ઘરઆંગણે તેની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આઈપીએલ 2024માં રૉયલ ચેલેન્જર બેંગ્લોરની શરૂઆત અત્યાર સુધી અપેક્ષાઓ મુજબ થઈ નથી. ટીમને તેની પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે રૉયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ બીજી મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને જીતના ટ્રેક પર પરત ફરી હતી.

ત્રીજી મેચમાં તેમને ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ આ IPLમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીએ છેલ્લી ત્રણમાંથી બે મેચમાં અડધી સદી ફટકારી છે.
ટીમને વિરાટ કોહલી પાસેથી ફરી એકવાર મોટી ઇનિંગની અપેક્ષા રહેશે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું ફોર્મ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. ફાફ હજુ પોતાની લયમાં જોવા મળ્યો નથી. વળી, ગ્લેન મેક્સવેલ અને કેમેરોન ગ્રીન જેવા મહાન ખેલાડીઓના બેટ પણ ચૂપ રહ્યા છે.
લખનઉની ટીમ છેલ્લી બે આઈપીએલમાં સતત પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. છેલ્લી મેચમાં, લખનઉ સુપરજાયન્ટ્સનું નેતૃત્વ નિકોલસ પુરન દ્વારા કરવામાં આવ્યું હતું. કેએલ રાહુલ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, એ જોવાનું રસપ્રદ રહેશે કે કેએલ રાહુલ રૉયલ ચેલેન્જર બેંગ્લોર સામે સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં? આરસીબી અને લખનઉ વચ્ચેની આ મેચની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આખી ટીમઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર (ટ્રેડેડ), વિશાલ વિજય કુમાર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટૉપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરુન ગ્રીન (ટ્રેડેડ), અલઝારી જોસેફ, યશ દયાલ, ટૉમ કુરેન, લૉકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ અને સૌરવ ચૌહાણ.
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમઃ ક્વિન્ટન ડી કૉક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, આયુષ બદોની, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મયંક યાદવ, પ્રેરક માંકડ, કૃષ્ણપ્પા ગૌતમ, અમિત મિશ્રા, ડેવિડ વિલી, કાયલ મેયર્સ, એશ્ટન ટર્નર, શિવમ માવી, મણિમારન સિદ્ધાર્થ, યુદ્ધવીર સિંહ ચરક, અરશદ ખાન, શમર જોસેફ, અર્શિન કુલકર્ણી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
