IPL 2024 : આઈપીએલ 2024 માંથી બહાર થયો Ishan Kishan? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશન આઈપીએલમાંથી બહાર થયો હોવાની અટકળો શરૂ થઈ છે. અહેવાલો છે કે, ઈશાન કિશન તે આ આઈપીએલમાં નહીં રમે.
ઈન્ડિયન ટીમના કોચ રાહુલ દ્રવિડે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સવાલના જવાબમાં વિકેટકીપર બેટ્સમેનને લઈને વાત કરી.

રાહુલ દ્રવિડે ઈશાન કિશન મુદ્દે કહ્યું કે જો તે ટીમમાં પરત ફરવા માંગે છે તો તેણે ક્રિકેટ રમવું પડશે. આ સ્થિતિમાં હવે ઈશાને ઘરેલુ ક્રિકેટમાં પોતાને સાબિત કરવો પડશે અને ત્યારે જ તેના માટે ભારતીય ટીમના દરવાજા ખુલશે.
બીજી તરફ ઈશાન કિશન બ્રેક બાદ ક્રિકેટથી અંતર જાળવી રહ્યો છે. ચાહકોને આશા હતી કે IPL 2024 પહેલા આ સ્ટાર ક્રિકેટર રણજી ટ્રોફી 2024માં પોતાની ઝારખંડની ટીમ માટે પોતાને ઉપલબ્ધ કરાવશે પરંતુ એવું નથી. તે સ્થાનિક ટૂર્નામેન્ટની પાંચ મેચ ચૂક્યો છે. હવે જોવાનું એ રહે છે કે IPL 2024માં ઈશાન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે કે નહીં?
ઈશાન કિશનને જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દરેક મેચમાં સતત પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ટીમમાં સ્ટાર ક્રિકેટરની ગેરહાજરી ચાહકોને ખૂબ જ પરેશાન કરે છે.
અગાઉ બીસીસીઆઈએ પણ ઈશાન કિશનના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થવા અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઈશાને ટૂર્નામેન્ટમાંથી બહાર થવા માટે વ્યક્તિગત કારણો દર્શાવ્યા છે. તેથી પસંદગીકારોએ તેના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કર્યો છે.
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતની જીત બાદ જ્યારે દ્રવિડને કિશનના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી લાંબા બ્રેક વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ખેલાડીએ પોતે બ્રેક માંગ્યો હતો. હું ઇચ્છુ છુ કે તે ટીમ ઇન્ડિયા માટે પસંદગી માટે પોતાને ઉપલબ્ધ કરાવતા પહેલા કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક ક્રિકેટ રમે.
રાહુલ દ્રવિડે કહ્યું કે, જ્યારે પણ તે તૈયાર થાય, મેં એવું નથી કહ્યું કે તેને ઘરેલુ ક્રિકેટ રમવું પડશે, મેં કહ્યું કે જ્યારે પણ તે તૈયાર થાય તેણે થોડું ક્રિકેટ રમીને પરત આવવું પડશે. તે ક્યારે રમવાનું શરૂ કરશે તે તેણે નક્કી કરવાનું છે. અમે તેને કંઈ કરવા માટે દબાણ કરી રહ્યા નથી. અમે તેમના સંપર્કમાં છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
