IPL 2024 : ચાલુ મેચ દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આઈપીએલ 2024 માં ગુજરાત ટાઈટન્સનો પહેલો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમાયો. આ મુકાબલામાં ગુજરાતે મુંબઈને હરાવીને પહેલી જીત મેેળવી.
હાર્દિક પંડ્યા તેની જૂની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો. હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેને પહેલી જ મેચમાં તેની જૂની ટીમ ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો.

ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને છ રને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી. શુભમન ગીલની કપ્તાની હેઠળ ગુજરાતે પ્રથમ મેચમાં પોતાના જોરદાર પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ 6 વિકેટ ગુમાવીને 168 રન જ બનાવી શકી હતી. 169 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી નહોતી રહી.
મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માએ એક છેડેથી સતત રન બનાવ્યા. પરંતુ અન્ય બેટ્સમેનો નિયમિત અંતરે આઉટ થતા રહ્યા. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 162 રન બનાવી શકી અને 6 રનથી મેચ હારી ગઈ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ગુજરાત અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેની ભાગ્યે જ અપેક્ષા હોય.
આ મેચ દરમિયાન એક રખડતુ કૂતરુ આવી ચડ્યુ. ગુજરાતની ઇનિંગની 15મી ઓવરમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરવા આવ્યો હતો. તેના પ્રથમ બોલ બાદ અચાનક જ સ્ટેડિયમમાં શોરબકોર થઈ ગયો. તેનું કારણ સ્ટેડિયમમાં ઘૂસી ગયેલો રખડતો કૂતરો હતો. તમામ વ્યવસ્થા અને સુરક્ષાને તોડીને આ કૂતરો મેદાનમાં ઘુસ્યો અને પછી એક છેડેથી બીજા છેડે ભાગ્યો.
હાર્દિક પંડ્યાએ આ કૂતરાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ નિષ્ફળ ગયો. આખરે ગ્રાઉન્ડ સ્ટાફે કૂતરાને પકડીને ગ્રાઉન્ડની બહાર કાઢ્યો અને મેચ ફરી શરૂ થઈ. આ સમયગાળાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો વચ્ચે ઝઘડો જોવા મળ્યો. મુંબઈ અને ગુજરાતની મેચ દરમિયાન અમદાવાદમાં ચાહકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક ચાહકો એકબીજાને લાતો અને મુક્કાથી મારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?







Click it and Unblock the Notifications
