IPL 2024: ધોની આઇપીલ વચ્ચે કરશે આ કામ, અંબાતી રાયડુએ આપ્યો ઇશારો
IPL 2024: આઇપીલ 2024ની શરૂઆત 22 માર્ચથી થઇ રહી છે. પહેલા મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે રમાશે. હાલ આઇપીએલના પહેલા ફેઝના શેડ્યુલનું એલાન કરવામાં આવ્યું છે. જે 7 એપ્રીલ સુધી ચાલશે. સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેર કર્યા બીજા ફેઝના શેડ્યુલની જાહેરાત કરવામાં આવશે.
ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં પાંચ વખત IPL ટ્રોફી જીતી છે. ધોની 42 વર્ષનો છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. હવે અંબાતી રાયડુએ ધોની માટે મોટી વાત કહી છે.
અંબાતી રાયડુએ આ નિવેદન આપ્યું - ગયા વર્ષે ક્રિકેટને અલવિદા કહેનાર અંબાતી રાયડુએ કહ્યું હતું કે, ધોની ઇમ્પેક્ટ પ્લેયર નિયમ દ્વારા મધ્ય ઓવરોમાં કેપ્ટનશીપ અન્ય કોઈને સોંપી શકે છે. આ વર્ષ CSK માટે બદલાવનું હોઈ શકે છે. જો આ તેનું છેલ્લું વર્ષ છે. જો તે હજુ થોડા વર્ષ રમશે, તો તે કેપ્ટન રહેશે. હું ઈચ્છું છું કે, તે કેપ્ટન બને. ધોનીએ તાજેતરમાં ફેસબુક પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે, તે આ વર્ષે IPLમાં નવી ભૂમિકા ભજવશે.

CSKએ પાંચ ટાઇટલ જીત્યા - મહેન્દ્ર સિંહ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તેમની કપ્તાનીમાં CSK ટીમ પાંચ વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. ધોનીની ગેરહાજરીમાં સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજાએ ઘણી વખત CSKની કમાન સંભાળી છે. જાડેજા વર્ષ 2022માં CSKનો કેપ્ટન બન્યો હતો, પરંતુ સતત હાર બાદ તેમણે કેપ્ટન્સી અધવચ્ચે જ છોડી દીધી અને પછી ધોની કેપ્ટન બન્યો હતા.
આઈપીએલમાં ઘણી મેચો જીતી - મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનોમાં થાય છે. તેના શાંત અને ચતુર મનથી તેમણે CSK ટીમ માટે ઘણી મેચો જીતી છે. તેમણે આઈપીએલમાં 226 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી તેમણે 133માં જીત અને 91માં હારનો સામનો કરવો પડ્યો છે. 2 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
