IPL 2024, DC vs KKR: આઇપીએલમાં આજે કોની મેચ? કોનું પલડું રહેશે ભારે
IPL 2024, DC vs KKR: દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની વચ્ચે આઇપીએલ 2024ના મેચ આજે 3 એપ્રિલના રોજ રમાશે. દિલ્હી કેપિટલ્સની આ ચોથી મેચ રમશે, જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સ પોતાની ત્રીજી મેચ રમશે.
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ ક્યારે અને ક્યાં રમાશે - DC vs KKR IPL 2024 મેચ ડૉ. YSR ACA- VDCA સ્ટેડિયમમાં રમાશે. મેચ 3 એપ્રિલની સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
આ ટુર્નામેન્ટની પ્રથમ બે મેચમાં બે હાર સહન કર્યા બાદ, દિલ્હી કેપિટલ્સ આખરે વિજયનો સ્વાદ ચાખ્યો હતો, અને પોઈન્ટ ટેબલ પર પોતાના અંકનો સુધારો કર્યો હતો.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે અડધી સદી ફટકારી અને પોતાનું ફોર્મ પરત મેળવવામાં સફળ રહ્યો હતો. આજે દિલ્હી કેપિટલ્સની ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો અત્યાર સુધીમાં 32 વખત સામસામે આવી ચુકી છે. બંને વચ્ચેની ટુર્નામેન્ટ કાંટાની ટક્કર રહી છે. કારણ કે, કોલકત્તા નાઇટ રાઇડર્સે 16 મેચ જીતી છે, અને દિલ્હી કેપિટલ્સે 15 જીતી છે, જ્યારે એક મેચનું કોઇ પરિણામ આવ્યુ નથી, એટલે કે ડ્રો ગઇ છે.
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ માટે વિઝાગમાં હવામાનની સ્થિતિ ગરમ અને ભેજવાળી રહેવાની અપેક્ષા છે, જેમાં સાંજે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મેચમાં ઝાકળ ભૂમિકા ભજવશે, વરસાદની કોઈ શક્યતા નથી.
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ - ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી, સુયશ શર્મા. વૈભવ અરોરા, મનીષ પાંડે, રહેમાનુલ્લા ગુરબાઝ, ચેતન સાકરિયા, શેરફેન રધરફર્ડ, સાકિબ હુસૈન, શ્રીકર ભારત, દુષ્મંથા ચમીરા, અલ્લાહ ગઝનફર, નીતિશ રાણા.
દિલ્હી કેપિટલ્સ ટીમ - પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત (વિકેટકીપર), મિશેલ માર્શ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, એનરિક નોર્ટજે, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, રસિક દાર સલામ, સુમિત કુમાર, કુમાર કુશાગ્રા, પ્રવીણ દુબે, જેક ફ્રેઝર-મેકગર્ક, રિકી ભુઇ, કુલદીપ યાદવ, ઝાય રિચાર્ડસન, શાઈ હોપ, લલિત યાદવ, યશ ધૂલ, વિકી ઓસ્તવાલ, સ્વસ્તિક ચિકારા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
