IPL 2024 : ધોનીના નામે મહા રેકોર્ડ, આઈપીએલમાં આવુ કરનારો પહેલો વિકેટકિપર બન્યો
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં યુવા ખેલાડીઓને ફિક્કા પાડી રહ્યો છે. તેના બેટથી શાનદાર સિક્સરનો વરસાદ થઈ રહ્યો છે. હવે ધોનીના નામે નવુ કારનામું નોંધાયુ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પંજાબ કિંગ્સ સામેના મુકાબલામાં અનોખી સિદ્ધી પોતાના નામે કરી છે. આવું કરનારો તે પ્રથમ વિકેટકીપર બન્યો છે.

ધોનીએ પંજાબ વિરૂદ્ધ જીતેશ શર્માનો વિકેટ પાછળ કેચ લઈને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. હતું. ધોની IPLમાં 150 કેચ ઝડપનાર પ્રથમ વિકેટકીપર બની ગયો છે.
સિમરનજીત સિંહ પંજાબ કિંગ્સ સામે 11મી ઓવર ફેંકવા આવ્યો હતો. સિમરનજીતના ચોથા બોલ પર જિતેશ શર્માએ વિકેટ પાછળ મહેન્દ્ર સિંહ ધોનીને તેનો કેચ આપી દીધો. IPLમાં વિકેટકીપર તરીકે ધોનીનો આ 150મો કેચ હતો.
ધોનીએ 261મી મેચમાં આ આંકડાને સ્પર્શ કર્યો હતો. IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ કેચ લેવાના મામલે ધોની પ્રથમ સ્થાને છે, જ્યારે દિનેશ કાર્તિક 144 કેચ સાથે બીજા સ્થાને છે અને એબી ડી વિલિયર્સ 119 કેચ સાથે ત્રીજા સ્થાને છે.
ધોનીએ IPLમાં 192 વિકેટ લીધી છે અને જેમાં 42 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંતે IPLમાં 75 કેચ પકડ્યા છે. ધોનીએ પંજાબ સામેની મેચમાં પણ 9મા નંબરે અનોખો રેકોર્ડ બનાવ્યો.
આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે ધોની 8 નીચે ઉતર્યો. જોકે તે સફળ થઈ શક્યો નહીં અને હર્ષલ પટેલે તેને શૂન્યના અંગત સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો.
જણાવી દઈએ કે, ખેલાડી તરીકે એમએસ ધોનીની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. ધોનીએ IPLની 17મી સિઝનની શરૂઆત પહેલા કેપ્ટનશિપ પરથી રાજીનામું આપી દીધું હતું. તેણે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી છે. ધોનીનું સુકાની પદ પરથી રાજીનામું તેની નિવૃત્તિનો સંકેત આપે છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
