IPL 2023: મને સમજાતુ નથી કે ભારતીય ટીમમાં કેમ નથી સંજુ સેમસન?, આ દિગ્ગજ ખેલાડીએ કર્યા સવાલ
IPLના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ વખત ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ ગયા વર્ષે આઇપીએલમાં પ્રવેશી હતી. ગત સિઝનમાં ફાઈનલ સહિત રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી. આ તમામ મેચો ગુજરાતે જીતી હતી.
ગુજરાત ટાઇટન્સ સામે સંજુ સેમસનના બેટથી ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તેણે 32 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સના કારણે ટીમ જીતી હતી.

સંજુ સેમસનને ભાગ્યે જ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની તક મળે છે. અનુભવીઓ અને ચાહકો સેમસન સાથે થઈ રહેલા અન્યાય અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. તેના શાનદાર પ્રદર્શન છતાં સેમસનને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે.
હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે સંજુ સેમસન વિશે વાત કરી છે. ભજ્જીએ કહ્યું કે સંજુ સેમસને કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. મને સમજાતું નથી કે આ ખેલાડી ભારતીય ટીમમાં કેમ નથી?
હરભજન સિંહના મતે ભારતીય ક્રિકેટ બોર્ડ સેમસન સાથે કડક વલણ અપનાવે છે. તેણે કહ્યું કે મને લાગે છે કે તેની સાથે થોડો અન્યાય થયો છે. પરંતુ આ ઇનિંગ બાદ હવે તેને તક મળશે. તેણે રાશિદ ખાનને ત્રણ સિક્સ ફટકારી હતી. સંજુનું સ્કીલ લેવલ અલગ લેવલ પર છે.
રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ જીત નોંધાવી છે. આ સાથે રાજસ્થાને ગત સિઝનની ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. રાજસ્થાનને છેલ્લી ત્રણ ઓવરમાં 36 રનની જરૂર હતી. શિમરોન હેટમાયરની તોફાની બેટિંગે ટીમને જીત અપાવી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
