IPL 2023: ગૌતમ ગંભીર સાથે વિવાદ બાદ અનુષ્કા શર્મા સાથે મંદિર પહોંચ્યો વિરાટ, Video
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વિશ્વ ક્રિકેટના બે મોટા નામ છે, પરંતુ IPLની 43મી મેચમાં બંને વચ્ચે જે કંઈ પણ થયું તે ક્રિકેટ માટે બિલકુલ સારું નહોતું. સોમવારે LSG સામે RCBની જીત બાદ વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક વચ્ચે ઝઘડો થયો હતો.
ત્યારથી વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક ચર્ચામાં છે. આ દરમિયાન હવે આરસીબીનો સ્ટાર ક્રિકેટર પત્ની અનુષ્કા શર્મા સાથે મંદિરમાં દર્શન કરતો જોવા મળ્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે દેવ સ્થાન પર દેખાયો હોય. આ પહેલા બંને નીમ કરોલી બાબાના દરબાર સહિત વિવિધ પૂજા સ્થળો પર આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન બંને ફરી એકવાર મંદિરમાં આશીર્વાદ લેતા જોવા મળ્યા છે.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલીએ ધોતી અને ગળામાં શાલ બાંધેલી છે, જ્યારે બીજી તરફ અનુષ્કા સાડી પહેરેલી જોવા મળી રહી છે. જો કે, આ વિડીયો વર્તમાન છે કે જુનો છે તેની પુષ્ટિ થઈ નથી. આ વીડિયો એવા સમયે સોશિયલ મીડિયા પર આવ્યો છે જ્યારે વિરાટ કોહલીની ગૌતમ ગંભીર સાથેની લડાઈના વીડિયો ઈન્ટરનેટ પર છવાયેલા છે.
બંને ક્રિકેટરો વચ્ચેની ચર્ચાને લઈને દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે તે દરમિયાન બંને વચ્ચે શું વાતચીત થઈ અને મેદાન પર શું થયું, જે આ તબક્કે પહોંચ્યું. આ સમગ્ર મામલાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે દરમિયાન શું થયું.
A Spectator's view of yesterday's Heated Altercation....[ Full video ] #LSGvsRCB #ViratKohli pic.twitter.com/z6lTjmJta5
— Cricpedia. (@_Cricpedia) May 2, 2023
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે કાયલ મેયર્સ વિરાટ કોહલી પાસે ગયો અને પૂછ્યું કે તે તેની ટીમ સાથે સતત દુર્વ્યવહાર કેમ કરે છે. આ દરમિયાન ગૌતમ ગંભીર પણ પહોંચી ગયો હતો. પીટીઆઈ સાથેની વાતચીતની વિગતો આપતાં પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ગૌતમે પૂછ્યું, 'ક્યા બોલ રહા હૈ બોલ' (તમે શું કહી રહ્યા હતા?) અને વિરાટે જવાબ આપ્યો, 'મેં તમને કંઈ કહ્યું નથી, તમે કેમ આવી રહ્યા છો?
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
