IPL 2023 SRH vs MI: હૈદરાબાદે ટોસ જીત્યો, મુંબઇને બેટીંગ કરવા આપ્યુ આમંત્રણ
IPLમાં આજે રસપ્રદ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાવા જઇ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. એડન માર્કરમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ પ્રથમ બેટીંગ કરશે.

SRH અને MI એ છેલ્લી બે મેચ જીતીને શાનદાર વાપસી કરી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં ફેરફાર વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ડુઆન યાનસેન ટીમમાં નથી અને જેસન બેહરેનડોર્ફ ટીમમાં આવ્યો છે. રોહિતે કહ્યું કે જો જેસન છેલ્લી મેચમાં આઉટ ન થયો હોય તો પણ તે નાદુરસ્ત તબિયતના કારણે રમી શક્યો ન હતો. હૈદરાબાદની ટીમમાં કોઈ ફેરફાર નથી.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે છેલ્લી મેચમાં કેકેઆરને શાનદાર રીતે હરાવ્યું હતું. મુંબઈનો પ્રયત્ન આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં મજબૂતી મેળવવાનો રહેશે. હૈદરાબાદને ઘરઆંગણે ચાહકોનો પૂરો સહયોગ મળશે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ઈડન ગાર્ડન્સ ખાતેની તેની છેલ્લી મેચમાં પણ KKRને હરાવ્યું હતું. હૈદરાબાદનો ઉત્સાહ પણ વધારે છે. આ મેચમાં જીત નોંધાવીને હૈદરાબાદ બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવા ઈચ્છશે. હેરી બ્રુકે છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ: મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ-કીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, અર્જુન તેંડુલકર, નેહલ વાઢેરા, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે








Click it and Unblock the Notifications
