IPL 2023 SRH vs MI: હૈદરાબાદ ઓલઆઉટ, મુંબઇની 14 રને જીત
IPLમાં આજે રસપ્રદ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાવા જઇ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા હતા.
આ ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદે 19.5 ઓવરમાં 178 રન બનાવી 10 વિકેટ ગુમાવી દીધી હતી. હૈદરાબાદ ઓલ આઉટ થતા મુંબઇની 14 રને જીત થઇ હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ યુવા અર્જુન તેંડુલકરને બોલિંગ માટે બોલાવ્યો હતો. અર્જુને કેપ્ટનના વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો અને માત્ર ચાર રન આપ્યા. તેની ઓવરમાં બે વિકેટ પણ પડી હતી.
અબ્દુલ સમદ બીજા બોલ પર રનઆઉટ થયો હતો અને પાંચમા બોલ પર અર્જુન તેંડુલકરે ભુવનેશ્વર કુમારને રોહિત શર્માના હાથે કેચ કરાવી સનરાઇઝર્સની ઇનિંગ્સને સમેટી લીધી હતી. અર્જુને 2.5 ઓવરમાં 18 રન આપ્યા હતા.
સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સનરાઇઝર્સની જીતનો ક્રમ તૂટી ગયો છે. તેણીને છેલ્લી બે મેચમાં સફળતા મળી હતી, પરંતુ તે જીતની હેટ્રિક નોંધાવી શકી નહોતી. આ સાથે જ મુંબઈની આ સતત ત્રીજી જીત છે.
આ ઇનિંગમાં MIએ રોહિત (28) અને ઇશાન (38)ની ઉપયોગી ઇનિંગ્સ સિવાય કેમેરોન ગ્રીન(64), તિલક વર્મા (37)ની તોફાની ઇનિંગ્સના આધારે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડીએ ફરી એકવાર આક્રમક શરૂઆત કરી હતી જ્યાં કેપ્ટન રોહિત શર્માએ અતિ આક્રમક અભિગમ દાખવવાની પ્રક્રિયામાં ફરીથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતે 18 બોલમાં 28 રનની ઇનિંગ રમી અને 6 ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન તે IPLમાં 6000 રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન પણ બન્યો હતો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
