IPL 2023: રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગનો લીધો નિર્ણય, દિલ્હી કરશે પ્રથમ બેટીંગ
IPLમાં આજે (11 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. આ મેચ દિલ્હીમાં જ રમાશે. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. રોહિત શર્માંએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે વોર્નરની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટીંગ કરશે.

આ મેચ બંને ટીમો માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ IPL સિઝનમાં બંને ટીમો અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી.
દિલ્હી કેપિટલ્સે IPL 2023માં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે બે મેચ રમી છે અને બંનેમાં હાર થઈ છે. ખાસ વાત એ છે કે આ ટીમો પોતાની તમામ મેચ એકતરફી હારી છે. આ ટીમો તેમની વિપક્ષી ટીમોને કોઈ સ્પર્ધા આપી શકી નથી.












Click it and Unblock the Notifications
