IPL 2023 Qualifier 2 GT vs MI: ગિલની સદી બાદ મોહિત શર્માની 5 વિકેટ, ગુજરાતની ફાઇનલમાં એન્ટ્રી
આજે આઇપીએલની ક્વોલિફાયર 2 મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 3 વિકેટ ગુમાવી 233 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઇ 18.2 ઓવરમાં 171 રન બનાવી ઓલ આઉટ થઇ ગયુ હતુ. આ સાથે ગુજરાતની ફાઇનલમાં એન્ટ્રી થઇ ગઇ છે.

મુંબઇનો ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. રોહિત શર્મા તથા નેહલ વઢેરા 10 રન પણ બનાવી શક્યા ન હતા. કેમરોન ગ્રીને 30 રનની ઇનિંગ રમી હતી. સુર્યકુમાર યાદવે મુંબઇને જીતની આશાઓ જગાવી હતી. સુર્યકુમાર યાદવે 38 બોલમાં 61 રનની ઇનિંગ રમી આઉટ થઇ ગયો હતો.
આ ઉપરાંત તિલક વર્માએ 14 બોલમાં 43 રનની તોફાની ઇનિંગ રમી હતી. ઇશાન કિશન ઇજાગ્રસ્ત થતા તેના બદલે વિષ્ણુ વિનોદને જગ્યા મળી હતી. આ પછીના તમામ પ્લેયર 10 ના આંકડાને પણ પાર કરી શક્યા ન હતા.
ગુજરાતની બોલિંગની વાત કરીયે તો મોહિત શર્માએ 2.2 ઓવરમાં 10 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મોહમ્મદ શમી અને રાશિદ ખાનને 2-2 વિકેટ મળી હતી જ્યારે જોશુઆ લિટલને 1 વિકેટ મળી હતી.
ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે તોફાની બેટિંગ કરી હતી. ગિલે 602 બોલમાં 129 રન બનાવ્યા હતા. રિદ્ઘિમાન સાહાએ 16 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ ઉપરાંત સાંઇ સુદર્શન 31 બોલમાં 43 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. જે બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી તથા રાશિદ ખાને 2 બોલમાં 5 રન બનાવ્યા હતા.
મુંબઇની બોલિંગની વાત કરીયે તો આકાશ માધવાલે 4 ઓવરમાં 52 રન આપી 1 વિકેટ લીધી હતી જ્યારે પિયુષ ચાવલાએ 3 ઓવરમાં 45 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડન મુંબઇ માટે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. જોર્ડને 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.
આ સાથે શુભમન ગિલ ઓરેંજ કેપ હોલ્ડર બની ગયો છે જ્યારે પર્પલ કેપની રેસમાં મોહમ્મદ શમી સૌથી આગળ છે જ્યારે એમની પાછળ રાશિદ ખાન બીજા નંબરે અને મોહિત શર્મા ત્રીજા નંબરે છે.
આ જીત સાથે હવે ગુજરાત ટાઇટન્સ પોતાના જ ગઢમાં આગામી 28 તારીખે આઇપીએલ 2023ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાવવા જઇ રહી છે. આ કાંટાની ટક્કરમાં ગુજરાત પોતાના ગઢમાં જીતશે કે ગાબડુ પડવા દેશે તે જોવુ રહ્યું.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
