IPL 2023 Points Table: કોણ છે ટોપ પર, કોણ છે સૌથી નીચે, જાણો કઇ ટીમનુ પ્રદર્શન સૌથી ખરાબ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં એક સપ્તાહ પસાર થઈ ગયું છે જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સિવાયની તમામ ટીમોએ બે-બે મેચ રમી છે. આજે લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ વચ્ચે મેચ રમાવા જઈ રહી છે.

નંબર 1 ટીમ- જો પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે અને તેઓ આ વખતે પણ ગત સિઝનનું ફોર્મ જાળવી રાખવામાં સક્ષમ જણાય છે. ગુજરાતે તેમની બંને મેચ ખૂબ જ સારા રન રેટ સાથે જીતીને પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે.
નંબર બે અને ત્રણ- પંજાબ કિંગ્સની ટીમે પણ અહીં શાનદાર શરૂઆત કરી છે અને શિખર ધવનની કપ્તાનીમાં સતત બે મેચ જીતીને બીજા નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સને ગઈકાલની મેચમાં RCB સામે મોટી જીત મળી હતી, જેના કારણે તેઓ 2 મેચમાં એક હાર અને એક જીત સાથે ત્રીજા નંબર પર છે અને આ સિઝનમાં તેમનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ રન રેટ પણ છે.
નંબર ચાર અને પાંચ - રાજસ્થાન રોયલ્સ ટીમ બે મેચમાં એક જીત અને એક હાર સાથે ચોથા નંબર પર હાજર છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પાંચમા નંબર પર હાજર છે. તેણે એક જીત અને એક હાર મળી છે.
નંબર છ અને સાત - ચેન્નાઈ સુપર કિંગ્સ પણ બે મેચમાં એક જીત અને એક હાર સાથે છઠ્ઠા નંબર પર છે, જ્યારે RCB એક જીત અને એક હાર સાથે 7મા નંબરે છે.
આઠમા, નવમા અને દસમા નંબરની ટીમોએ ખાતુ ખોલ્યુ નથી. બંને મેચ હારી ચૂકેલી દિલ્હી કેપિટલ્સની હાલત સૌથી ખરાબ છે. જોકે, નીચેની બે ટીમો કરતાં વધુ સારા રન રેટને કારણે ડીસી 8મા નંબરે છે. મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ હારી ચૂક્યું છે અને તે નવમા નંબરે છે, જ્યારે હૈદરાબાદ હાલમાં પોઈન્ટ ટેબલમાં છેલ્લા નંબર પર છે કારણ કે તેનો રન રેટ સૌથી ખરાબ છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
