IPL 2023 Points table: ધોનીની CSK સૌથી ઉપર, બીજા નંબરે ગુજરાત, જાણો પોઇન્ટ ટેબલનાં હાલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની દરેક નવી મેચ સાથે, 16મી સીઝન વધુ રોમાંચક બની રહી છે. જો કે, આ ઉત્સાહ વધુ વધશે, કારણ કે લીગ તેની મુસાફરીનો અડધો ભાગ કવર કરી ચૂકી છે. IPLમાં કુલ 70 મેચો રમાવાની છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 35 મેચ રમાઈ છે.

આવો જાણીએ અત્યાર સુધીની મેચો બાદ પોઈન્ટ ટેબલમાં કઈ ટીમનું સ્થાન શું છે.
IPLની આ સિઝનમાં 'કેપ્ટન કૂલ'ની ટીમનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું છે. આ જ કારણ છે કે સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પોઈન્ટ ટેબલ પર વર્ચસ્વ જાળવી રાખે છે. ચેન્નાઈએ આ સિઝનમાં અત્યાર સુધી 7 મેચ રમી છે જેમાંથી 5માં ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે, તેણે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
CSK એ KKR સામે જીત નોંધાવ્યા પછી તેમના નેટ રન રેટમાં પણ નોંધપાત્ર સુધારો કર્યો, જે હવે 0.662 પર છે.
રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી IPL પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને શાસન કરતી હતી, પરંતુ ગુજરાત ટાઇટન્સ દ્વારા મજબૂત પ્રદર્શન બાદ, RR ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે GT બીજા સ્થાને પહોંચી ગયું છે.
કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાન અત્યાર સુધીમાં 7 મેચમાંથી 5 જીતી છે અને 2 મેચ હારી છે. હાલમાં ટીમનો નેટ રનરેટ 0.580 છે.
- ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) - 10 પોઈન્ટ
- ગુજરાત ટાઇટન્સ (GT) - 10 પોઈન્ટ
- રાજસ્થાન રોયલ્સ (RR) - 8 પોઈન્ટ
- લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) - 8 પોઈન્ટ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) - 8 પોઈન્ટ
- પંજાબ કિંગ્સ (PBKS) - 8 પોઈન્ટ
- મુંબઈ ઈન્ડિયન્સ (MI) - 6 પોઈન્ટ
- કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) - 4 પોઈન્ટ
- સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) - 4 પોઇન્ટ
- દિલ્હી કેપિટલ્સ (DC) - 4 પોઈન્ટ
ઓરેન્જ કેપની રેસમાં છે આ ખેલાડી
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ - 405 રન
- ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડ્વેન કોનવે - 314 રન
- દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન ડેવિડ વોર્નર - 285 રન
- ગુજરાત ટાઇટન્સનો બેટ્સમેન શુભમન ગિલ - 284 રન
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેટ્સમેન વિરાટ કોહલી - 279 રન
પર્પલ કેપની રેસમાં છે આ ખેલાડી
- ગુજરાત ટાઇટન્સનો બોલર રાશિદ ખાન - 14 વિકેટ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર મોહમ્મદ સિરાજ - 13 વિકેટ
- પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ - 13 વિકેટ
- રાજસ્થાન રોયલ્સનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ - 12 વિકેટ
- ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલર તુષાર દેશપાંડે - 12 વિકેટ
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
