IPL 2023 PBKS vs RR: જયસ્વાલ-પડિક્કલ બાદ હેટમાયરનો ચાલ્યો બલ્લો, રાજસ્થાનની જીત
PLની 66મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બંને ટીમો રમી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા. રાજસ્થાને આ લક્ષ્ય 19.4 ઓવરમાં 189 રન બનાવી હાંસલ કરી લીધુ હતી.

જોસ બટલર ઝીરો પર આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિક્કલે બાજી સંભાળી હતી. જયસ્વાલે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા જેમાં 8 ચોગ્ગા માર્યા હતા. દેવદત્ત પડિક્કલે 30 બોલમાં 3 સિક્સ અને 5 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા.
કેપ્ટન સંજુ સેમસનનુ બેટ આજે પણ મૌન રહ્યું હતુ. શિમરોન હેટમાયરે 28 બોલમાં 3 સિક્સ અને 4 ચોગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત રિયાન પરાગે 20 તથા ધ્રુવ જુરેલે 10 રન બનાવ્યા હતા.
આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ આઇપીએલના ઇતિહાસમાં 625 રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ પ્લેયર બની ગયો છે. આ ઉપરાંત બીજો યુવાન બેટ્સમેન બન્યો છે જેણે એક સિઝનમાં 600 રન બનાવ્યા હોય.
પંજાબની બોલિંગની વાત કરીયે તો કગિસો રબાડાએ 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત સેમ કરન, અર્શદીપ સિંહ, નાથન એલિસ તથા રાહુલ ચહરને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે રાજસ્થાન પોઇન્ટ્સ ટેબલ પર પાંચમા સ્થાને પહોંચી ગયુ છે.
પ્રથમ બેટિંગ કરતા પંજાબે પાવરપ્લેમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રભસિમરન સિંહે માત્ર 2 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવન માત્ર 17 રન જ બનાવી શક્યા હતા. આ ઉપરાંત અથર્વ તાયડે(19) અને લિવિંગસ્ટન (9) પણ કઇ ખાસ કરી શક્યા ન હતા.
સેમ કરનના 31 બોલમાં અણનમ 49 રન તથા જીતેન શર્માએ પણ 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શાહરૂખ ખાને 23 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી હતી.
રાજસ્થાનના બોલર નવદીપ સૈનીએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ અને એડમ ઝામ્પાને 1-1 વિકેટ મળી હતી. રાજસ્થાનના બોલર સંદીપ શર્મા સૌથી મોંઘા સાબિત થયા હતા. સંદીપે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે પણ 4 ઓવરમાં 40 રન આપ્યા હતા.
પંજાબ કિંગ્સના પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, અથર્વ તાઈડે, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.
રાજસ્થાન રોયલ્સનો પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
