IPL 2023 PBKS vs MI: મુંબઇએ જીત્યો ટોસ, પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડબલ હેડરની બીજી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમો વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. મુંબઈએ ટોસ જીતીને પંજાબ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
રોહિત શર્માની આગેવાની હેઠળની MIએ હવે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે દરેક મેચ જીતવી પડશે. બીજી તરફ શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઘરઆંગણે જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. MI આઠ મેચમાં આઠ પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે જ્યારે પંજાબ કિંગ્સ નવ મેચમાં 10 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલની 46મી મેચ આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 15-15થી જીત સાથે બરાબરી પર છે.
અહીં મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ કિંગ્સ તરફથી આકરા પડકારનો સામનો કરવો પડશે. આ સાથે જ ધવનની ટીમ ઘરઆંગણે જીતની આશા સાથે મેદાન પર જોવા મળશે.
ટિમ ડેવિડ અને સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં હોવાથી મુંબઈનું બેટિંગ વિભાગ અત્યારે મજબૂત સ્થિતિમાં છે. MIએ રાજસ્થાન સામે ટિમ ડેવિડના 14 બોલમાં અણનમ 45 રનના આધારે 212 રન બનાવીને જીત મેળવી હતી. આ સિવાય MIના મિસ્ટર 360 સૂર્યકુમાર યાદવ પણ લયમાં પરત ફર્યા છે.
મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે ઘણી મદદગાર છે. હાઇ સ્કોર મેચો અહીં જોવા મળે છે. આ સિવાય સ્પિનરોને પણ અહીં ઘણી મદદ મળે છે. મોહાલીના હવામાનની વાત કરીએ તો આજે તાપમાન 18 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. હળવા ઝરમર વરસાદની અપેક્ષા છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
