IPL 2023: મોહમ્મદ સિરાજે લીધી 4 વિકેટ, બેંગલોરની 24 રને જીત
મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે ટોસ હારીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર શરૂઆત કરી હતી. બેંગલોરે પ્રથમ બેટીંગ કરતા 174 રન બનાવ્યા હતા. પંજાબે આ ટાર્ગેટનો પીછો કરતા 18.2 ઓવરમાં 150 રન બનાવી ઓલ આઉટ થઇ ગયુ હતુ.
શરૂઆતમાં જ વિકેટો ગુમાવ્યા બાદ પંજાબની સ્થિતિ બગડી હતી. પ્રભસિમરન સિંહે 46 તથા જીતેન શર્માએ 41 રન બનાવી પંજાબ માટે આશાની કીરણ જગાવી હતી. જે કે 18.2 ઓવરમાં પંજાબ ઓલ આઉટ થઇ ગયુ હતુ.

બેંગલોર તરફથી બોલિંગ કરતા મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વનિંદુ હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત હર્ષલ પટેલ-પર્નેલે 1-1 વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ધમાકેદાર શરૂઆત અપાવી છે. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરી હતી.
ફાફ ડુપ્લેસિસે IPLની 16મી સિઝન દરમિયાન પોતાના ત્રણસો રન પૂરા કર્યા છે. પંજાબ કિંગ્સ સામે, ફાફે આઈપીએલ કારકિર્દીની 29મી અડધી સદી ફટકારવાનું કામ કર્યું. આ દરમિયાન તેણે મેદાન પર ચોગ્ગા અને છગ્ગા મારવાનું કામ કર્યું હતુ.
આ સિઝનમાં વિરાટ કોહલી બેટ સાથે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીએ પ્રથમ 6 મેચમાં 4 અડધી સદી ફટકારી છે. કોહલીએ 147ના સ્ટ્રાઈક રેટથી 250થી વધુ રન સાથે સિઝન પૂરી કરી. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 60થી વધુ રહી છે.
વિરાટ કોહલીએ IPL 2023માં પોતાની ચોથી અડધી સદી પૂરી કરી. તેણે 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે કોહલીએ IPL ઈતિહાસમાં પોતાના 600 ચોગ્ગા પણ પૂરા કરી લીધા છે. કોહલી ઉપરાંત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
