IPL 2023 LSG vs CSK: કેએલ રાહુલે જીત્યો ટોસ, CSK કરશે પ્રથમ બેટીંગ
IPL 2023 ની છઠ્ઠી મેચ આજે એટલે કે 3 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ માટે સિક્કો ઉછાળ્યો હતો. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની પ્રથમ જીત પર નજર રાખશે. બંને ટીમોમાં શાનદાર ખેલાડીઓ છે. મેચમાં ગાઢ મુકાબલો થશે. ઉલ્લેખનિય છેકે ચેન્નાઇ આઇપીએલ 2023ની પોતાની પ્રથમ ગુજરાત સામે હાર્યુ છે. જ્યારે લખનૌ પોતાની પ્રથમ મેચમાં જીત બાદ પોતાનો સિલસિલો ચાલુ રાખવાની કોશિશ કરશે.

ધોની બ્રિગેડ ચાર વર્ષ બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. આવી સ્થિતિમાં, તેની નજર ચેપોકમાં તેના ચાહકોને જીતની ભેટ આપવા પર હશે. આ સાથે CSK ગત સિઝનમાં લખનૌ સામે મળેલી હારનો હિસાબ પણ સરભર કરવા પર રહેશે. એલએસજીએ 15મી સિઝનમાં ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ચેપોકમાં CSKAનો રેકોર્ડ શાનદાર છે. ચેન્નાઈની ટીમે આ મેદાન પર 56 મેચ રમી છે, જેમાં તેણે 40 વખત જીત મેળવી છે. CSK છેલ્લી 21 મેચમાં અહીં માત્ર બે વાર હાર્યું છે.
ટોસ હાર્યા બાદ સુકાની ધોનીએ કહ્યું કે ચેપોક પર પાછા આવવાનો અર્થ ઘણો હતો. આ પ્રથમ વખત બનશે જ્યારે આખા સ્ટેડિયમમાં દર્શકો હશે. પહેલા કેટલાક સ્ટેન્ડ ખાલી પડ્યા છે. અમે ચેપોક ખાતે અમારી તમામ ઘરેલું મેચ રમીશું, જેનાથી અમે ખૂબ જ ખુશ છીએ.
લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન (WK), કૃણાલ પંડ્યા, કે ગૌથમ, માર્ક વુડ, યશ ઠાકુર, અવેશ ખાન અને રવિ બિશ્નોઇ.
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઇંગ 11: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, બેન સ્ટોક્સ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, મિશેલ સેન્ટનર અને રાજવર્ધન હંગરગેકર.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
