IPL 2023 KKR vs RR: ચહલનો ચમત્કાર, કોલકાતાને 149 રને રોક્યુ
નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 56મી મેચ ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા.

કોલકાતાના બેટ્સમેન ચાલ્યા ન હતા. કોલકાતાના માત્ર 2 જ ખેલાડીઓ 20 રનનો આંકડો પાર કરી શક્યા હતા. વેંકટેશ ઐયરે 42 બોલમાં 57 રન તથા કેપ્ટન નીતિશ રાણાએ 17 બોલમાં 22 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સના બોલરોએ કમાલ કરી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ સાથે ચહલે પર્પલ કેપની રેસમાં ટોપ પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટને 2 વિકેટ મળી હતી. સંદીપ શર્મા અને કેએમ આસિફને 1-1 વિકેટ મળી હતી.
સંજુ સેમસને ચાલુ સિઝનમાં સતત આઠમી વખત ટોસ જીત્યો છે. આ સિઝનમાં પ્રથમ વખત કોલકાતા અને રાજસ્થાન વચ્ચે ટક્કર થશે. બંનેના 11-11 મેચમાં 10-10 પોઈન્ટ છે. રાજસ્થાન પાંચમા અને કોલકાતા છઠ્ઠા ક્રમે છે.
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમોએ અત્યાર સુધી 11-11 મેચમાં 5 જીત મેળવી છે. આવી સ્થિતિમાં હારનાર ટીમની IPL 2023ની સફર લગભગ ખતમ થઈ જશે. રાજસ્થાનની ટીમ ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ટાળવા માંગશે.
પંજાબ કિંગ્સના હાથે હાર સાથે KKR માટે સિઝનની શરૂઆત થઈ. પરંતુ હવે ટીમે તાલ પકડી લીધો છે. KKR એ છેલ્લી બે મેચોમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ને હરાવ્યું છે. KKR રાજસ્થાનને હરાવીને જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.
હેડ ટુ હેડમાં પણ રાજસ્થાન પર KKRનો હાથ ઉપર છે. IPLમાં બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમી છે. આ મેચોમાં KKRએ 14 અને રાજસ્થાને 12માં જીત મેળવી છે. બંને ટીમોએ ઈડન ગાર્ડન્સ ખાતે 8 મેચ રમી છે, જેમાં KKR 6 અને રાજસ્થાન માત્ર 2 મેચ જીતી શકી છે. આવી સ્થિતિમાં રાજસ્થાન પર KKRનો દબદબો દેખાઈ રહ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન - રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, કેએમ આસિફ, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
