Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023 DC vs PBKS: લિવિંગસ્ટનની તોફાની ઇનિંગ એળે, દિલ્હીની જીત, પંજાબનુ પ્લેઓફનુ સપનુ તુટ્યુ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રસપ્રદ મેચ રમાઈ હતી. કેપ્ટન શિખર ધવને દિલ્હી સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ 20 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 213 રન બનાવ્યા હતા. દિલ્હીએ પંજાબને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પંજાબે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 198 રન બનાવ્યા હતા.

IPL 2023

આ હાર સાથે પંજાબનુ પ્લેઓફમાં જવાનુ સપનુ પણ તુટ્યુ હતુ. પંજાબના કેપ્ટન શિખર ધવન નિષ્ફળ રહ્યો હતો. ધવન ઝીરોમાં આઉટ થયો હતો. પ્રભસિમરન સિંહે 22 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અથર્વ તાયડેએ 42 બોલમાં 52 રન બનાવ્યા હતા.

લિયમ લિવિંગસ્ટને તોફાની બેટિંગ કરી હતી. લિવિંગસ્ટને 48 બોલમાં 94 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટને 9 સિક્સ તથા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે દિલ્હીના બોલરોની વાત કરીયે તો તેમણે સારી બોલિંગ કરી હતી. ઇશાંત શર્મા અને એનરિક નોર્કીયાએ 2-2 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.

બીજી તરફ, ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની ટીમ, જે પ્લેઓફની રેસમાંથી બહાર છે. સાથે હવે પંજાબ પણ પ્લોઓફની રેસમાંથી બહાર થઇ ગયુ છે.

દિલ્હી તરફથી કેપ્ટન ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ કરવા આવેલા પૃથ્વી શોએ લાંબા સમય બાદ પોતાના હાથ ખોલ્યા. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા શૉએ પંજાબ સામે તોફાની બેટિંગ કરી હતી. બંને ખેલાડીઓ વચ્ચેની શાનદાર ભાગીદારીના આધારે ડીસીનો સ્કોર પાવરપ્લે બાદ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 61 રન સુધી પહોંચ્યો હતો.

કેપ્ટન ડેવિડ વોર્નર અને પૃથ્વી શો વચ્ચેની ભાગીદારી સો રન સુધી પહોંચે તે પહેલા જ ઓપનિંગને મોટો આંચકો લાગ્યો હતો. ડીસીએ 94 રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી.

આ દરમિયાન કેપ્ટન ડેવિડ વોર્નર 31 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શિખર ધવને સેમ કરનની ઓવરમાં તેનો કેચ પકડ્યો હતો.

કેપ્ટન વોર્નર બાદ પૃથ્વી શૉને સપોર્ટ કરવા ક્રિઝ પર આવેલા રિલે રુસોએ પણ પોતાની ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. આ દરમિયાન, શૉની ધમાકેદાર બેટિંગ બીજા છેડે અટક્યા વિના ચાલુ રહી. પોતાના ખરાબ ફોર્મને ભૂલીને તેણે એક પછી એક મોટા શોટ રમ્યા.

6 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ, જે યુવા ખેલાડીને આગામી પાંચ મેચમાં બહાર બેસવું પડ્યું તે જોરદાર વાપસી કરી. શોએ 36 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની શાનદાર અડધી સદી ફટકારી હતી.

પૃથ્વી શૉના આઉટ થયા બાદ ફિલિપ સોલ્ટ રેઇલી રૂસોને સપોર્ટ કરવા ક્રિઝ પર આવ્યો હતો. બીજા છેડે રૂસોની તોફાની ઇનિંગ્સ ચાલુ રહી. રુસોએ 25 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. તેણે આતિશી ઇનિંગ રમતા 29 બોલમાં 60 રન પૂરા કર્યા અને 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટીમનો સ્કોર 172 સુધી પહોંચાડ્યો. આ દરમિયાન સોલ્ટે પણ હાથ ખોલ્યા હતા.

પંજાબ કિંગ્સ પ્લેઇંગ 11: શિખર ધવન (કેપ્ટન), અથર્વ તાઈડે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરણ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, કાગીસો રબાડા, નાથન એલિસ, અર્શદીપ સિંહ.

દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), રિલે રુસો, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, યશ ધૂલ, કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X