IPL 2023 CSK vs DC: ચેન્નાઇની 77 રને જીત, પ્લોઓફમાં પહોંચ્યુ
આજે IPL 2023માં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 223 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 146 રન બનાવી શક્યુ હતુ. આ સાથે ચેન્નાઇની 77 રને જીત થઇ હતી.

દિલ્હીના ઓપનર પૃથ્વી શો 5 રન બનાવીને આઉટ થયા હતા. ડેવિડ વોર્નરે તોફાની બેટિંગ કરી હતી. વોર્નરે 58 બોલમાં 5 સિક્સ અને 7 ચોગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા. આ ઉપરાંત દિલ્હીના કોઇ બેટ્સમેન 20ના સ્કોરને પાર કરી શક્યા ન હતા.
ચેન્નાઇના બોલરોએ કમાલ કરી હતી. દીપક ચહરે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મહિશ તિક્ષણા અને મથિશા પથિરાનાને 2-2 વિકેટ મળી હતી. આ સાથે તુષાર દેશપાંડે-રવિન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે ચેન્નાઇ પ્લેઓફમાં જનારી બીજી ટીમ બની ગઇ છેય
ચેન્નાઇની ઓપનિંગ જોડી દિલ્હીના બોલરો પર કહેર બનીને તુટી હતી. રૂતુરાજ ગાયકવાડે 50 બોલમાં 79 રન બનાવ્યા હતા જેમાં 7 સિક્સ અને 3 ફોરનો સમાવેશ થાય છે. ડ્વેન કોન્વેએ 52 બોલમાં 87 રન બનાવ્યા હતા. કોન્વેએ 3 સિક્સ અને 11 ફોર મારી હતી. આ ઉપરાંત શિવમ દુબેએ 9 બોલમાં 22 રન તથા રવિન્દ્ર જાડેજાએ 7 બોલમાં 20 રન બનાવ્યા હતા. એમએસ ધોનીએ 5 રન બનાવ્યા હતા.
દિલ્હીની બોલિંગની વાત કરીયે તો ખલીલ અહેમ એનરિચ નોર્ખિયા અને ચેતન સાકરીયાને 1-1 વિકેટ મળી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
