આ કારણે ગૌતમ ગંભીર નહીં બની શકે દિલ્હી કેપિટલ્સના માલિક

આ કારણે ગૌતમ ગંભીર નહીં બની શકે દિલ્હી કેપિટલ્સના માલિક

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને હાલ પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર દિલ્હી કેપિટલ્સમાં હિસ્સો ખરીદવાના છે, તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. દિલ્હી ફ્રેન્ચાઈઝીના કેપ્ટન રહી ચૂકેલા ગંભીરને હાલ પાર્ટનરશિપ મળે તેવી શક્યતા નથી. દિલ્હી કેપિટલ્સે હમણા આ પ્રકારની તમામ શક્યતાઓથી ઈનકાર કર્યો છે.

gautam gambhir

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હમણાં આવી કોઈ શક્યતા નથી. ગંભીર દિલ્હી ટીમનો ભાગ બને તેવી ચર્ચા પહેલા પણ હતી, અને અત્યારે પણ છે. પરંતુ ચાલુ સિઝનમાં તે શક્ય નથી. ચર્ચા એવી પણ છે કે જો ગંભીરને ભાગીદારી ન મળે તો તેમને ટીમના મેન્ટરની જવાબદારી સોંપાઈ શકે છે. ગાંગુલીના BCCI અધ્યક્ષ બન્યા બાદ દિલ્હીને નવા મેન્ટરની શોધ છે. હાલ તો રિકી પોન્ટિંગની અધ્યક્ષતામાં સપોર્ટ સ્ટાફ કામ કરી રહ્યો છે.

જો કે BCCIએ ગાંગુલીના મેન્ટર બનવા પર હિતોના ટકરાવની વાત ફગાવી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ટેક્નિકલ રીતે કાગળ પર તો આ મુદ્દો નથી. પરંતુ આજકાલ ભારતીય ક્રિકેટમાં આ મુદ્દો ચર્ચામાં છે. ત્યારે બીસીસીઆઈ અને ગાંગુલી કોઈ રિસ્ક લેવા નથી માગતા. સાથે જ જો ગંભીર મેન્ટોર બને તો પણ કાગળ પર હિતોના ટકરાવનો મુદ્દો નહીં હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X