IPL 10:પુણે સુપરજાઇન્ટે મુંબઇને 20 રનથી હરાવી ફાઇનલમાં પહોચી
આઇપીએલ સિઝનન 10 પ્રથમ ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ વચ્ચે રમાઇ રહી છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 પ્રથમ ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ વચ્ચે આ મેચ હાલ મુંબઈનાં ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટે મુંબઇ ઇન્ડિયન્સને હરાવી ફાઇનલમાં પહોચી ગયું છે. જો કે, મુંબઇ ઇન્ડિયન્સને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકાત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે બેંગ્લોરમાં એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં જીતનારી ટીમ 19 મેએ મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે.

UPDATE :
- આઇપીએલ 10 પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટે મુંબઇ ઇન્ડિયન્સને 20 રનથી હરાવી ફાઇનલમાં પહોચી ગયું છે.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટના 163 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 142 રન બનાવી શકી હતી.
- મેકલેરેઘન (5) અને જસપ્રિત બુમરાહ (1) રને રમતમાં.
- કર્ણ શર્મા 4 રને જયદેવ ઉનડકટની ઓવરમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 8 મી વિકેટ પડી.
- પાર્થિવ પટેલ 52 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં ક્રિશ્ચિયન દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 7 મી વિકેટ પડી.
- કૃણાલ પંડ્યા 15 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં ક્રિશ્ચિયન દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 6 મી વિકેટ પડી.
- હાર્દિક પંડ્યા 14 રને ફર્ગ્યુસનની ઓવરમાં ક્રિશ્ચિયન દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 5 મી વિકેટ પડી.
- કિરોન પોલાર્ડ 7 રને વોશિંગ્ટન સુંદર ઓવરમાં સ્ટીવ સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની ચોથી વિકેટ પડી.
- અંબાતી રાયુડૂ 0 રને વોશિંગ્ટન સુંદર ઓવરમાં સ્ટીવ સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી.
- રોહિત શર્મા 1 રને વોશિંગ્ટન સુંદર ઓવરમાં LBW આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી.
- લેન્ડલ સિમન્સ 5 રને રન આઉટ થયો હતો
- મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ વિકેટ લેન્ડલ સિમન્સનાં રૂપમાં ગુમાવી છે.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો..
- મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા.
- મનોજ તિવારીએ આ દરમિયાન 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
- પુણે તરફથી મનોજ તિવારીએ સૌથી વધુ 58 રન બનાવ્યાં હતા.
- મનોજ તિવારી 58 રને રન આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની ચોથી વિકેટ પડી.
- અજિંક્ય રહાણે 56 રને કર્ણ શર્માની ઓવરમાં LBW આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની ત્રીજી વિકેટ પડી.
- સ્ટીવ સ્મિથ 1 રને લસિથ મલિંગાની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્રારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની બીજી વિકેટ પડી.
- રાહુલ ત્રિપાઠી 0 રને મેકલેરેઘનની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટે પ્રથમ વિકેટ રાહુલ ત્રિપાઠીનાં રૂપમાં ગુમાવી હતી.
- મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ:
અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ , મનોજ તિવારી, મહેન્દ્રસિંહ ધોની, ફર્ગ્યુસન, ક્રિશ્ચિયન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, એડમ ઝમ્પા, વોશિંગ્ટન સુંદર
મુંબઇ ઇન્ડિયન્સ:
પાર્થિવ પટેલ, લેન્ડલ સિમન્સ, રોહિત શર્મા, અંબાતી રાયુડૂ, કૃણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કર્ણ શર્મા, મેકલેરેઘન, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
