9 જાન્યુઆરીથી WPL 2026 ની ધમાકેદાર શરૂઆત, જાણો તમામ વિગતો
ક્રિકેટ ચાહકોને મહિલા પ્રીમિયર લીગ (WPL 2026) ની ચોથી સીઝન માટેની રાહ હવે સમાપ્ત થઈ રહી છે. નવી મુંબઈની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે આ ભવ્ય ટુર્નામેન્ટનો પ્રારંભ 9 જાન્યુઆરી 2026 થી થશે.

પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ટકરાશે. આ બંને ટીમો અગાઉ ટાઈટલ જીતી ચૂકી છે અને સ્મૃતિ મંધાના તથા હરમનપ્રીત કૌરની ટક્કર જોવાય તેવી છે.
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ પોતાનો દબદબો જાળવવા પ્રયાસ કરશે, જ્યારે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની આરસીબી જીત સાથે શરૂઆત કરવા ઉત્સુક છે.
મેચ પહેલા એક ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં સિંગર યો યો હની સિંહ પરફોર્મ કરશે. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસનો ડાન્સ મેચના એક કલાક પહેલા ચાહકોને જોવા મળશે.
આ મેચ શુક્રવાર 9 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે 7:30 કલાકે (IST) ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી, નવી મુંબઈ ખાતે રમાશે. તેનું જીવંત પ્રસારણ JioStar એપ અને Star Sports નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે.
આ સીઝનમાં પાંચ ટીમો (MI, RCB, DC, GG, UPW) ભાગ લઈ રહી છે. લીગના પ્રથમ 11 મેચ નવી મુંબઈમાં, જ્યારે બાકીના મુકાબલા અને નોકઆઉટ વડોદરામાં યોજાશે. ટુર્નામેન્ટની ફાઇનલ 5 ફેબ્રુઆરીએ નિર્ધારિત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
