Asia Cup 2025: ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, સુર્યકુમાર યાદવ કેપ્ટન, શુભમન ગિલ બન્યો વાઈસ કેપ્ટન
Asia Cup 2025: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. સિલેક્ટર્સે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટી20 ટીમમાં શુભમન ગિલની એક નવા અવતારમાં એન્ટ્રી થઈ છે. અક્ષર પટેલ પાસેથી વાઈસ કેપ્ટનની જવાબદારી લઈને શુભમન ગિલને સોંપવામાં આવી છે.

Asia Cup 2025, Indian Squad: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ કેવી હશે તેની ઘણી આતુરતા હતી, 15 સભ્યોની ટીમમાં 6 બેટ્સમેન, હાર્દિક પંડ્યા સાહિત 3 ઓલરાઉન્ડર અને 5 બોલર્સને સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમમાં સૌથી મહત્વનો નિર્ણય શુભમન ગિલ મામલે લેવામાં આવ્યો છે, જેને ટેસ્ટ ટીમમાં કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ હતી પરંતુ તે સુર્યાની આગેવાનીમાં વાઈસ કેપ્ટનની જવાબદારી ભજવતો જોવા મળશે. આ સિવાય ટીમમાં જે બે નામોની સૌથી વધારે ચર્ચા હતી તેવા શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
Asia Cup 2025: એશિયા કપ માટે BCCIએ જાહેર કરેલી ટીમમાં એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે, ટીમમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ છે, પરંતુ અક્ષર પટેલના હાથમાંથી વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી લઈને શુભમન ગિલને સોંપાઈ છે. આ સિવાય ટીમમાં વિકેટકીપર તરીકે સંજુ સેમસન અને જિતેશ શર્માને સ્થાન આપવામાં આવ્યું છે.
શુભમન ગિલ બન્યો વાઈસ કેપ્ટન
શુભમન ગિલ એશિયા કપ 2025 માટે T20 ટીમમાં પાછો ફર્યો છે. તેના કમબેકની સાથે ગિલને વાઈસ કેપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટન તરીકે ગિલનું પ્રદર્શન અદ્ભુત હતું. તેને 5 ટેસ્ટ મેચમાં 754 રન બનાવ્યા.
મોહમ્મદ સિરાજને મળ્યો આરામ
એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. સિરાજ લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે સતત ક્રિકેટ રમી રહ્યો હતો. આ જ કારણ છે કે તેને આ ટુર્નામેન્ટમાં આરામ આપવામાં આવ્યો છે.
🚨 #TeamIndia's squad for the #AsiaCup 2025 🔽
— BCCI (@BCCI) August 19, 2025
Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
એશિયા કપ 2025 માટેની ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તિ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
