'ભારતીય ખેલાડી' અનિલે નેધરલેન્ડને અપાવી જીત, હવે ભારતમાં વર્લ્ડ કપ રમવાનુ જોઇ રહ્યો છે સપનુ
ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023 ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડની ટીમે તેની છેલ્લી લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને સુપર ઓવરમાં હરાવીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા હતા, જેના જવાબમાં નેધરલેન્ડે મેચ ટાઈ કરીને સુપર ઓવરમાં જીત મેળવી હતી. ભારતીય મૂળનો ક્રિકેટર અનિલ તેજા નિદામાનુરુ નેધરલેન્ડની બેટિંગમાં ચમક્યો હતો.

આંધ્રપ્રદેશના વિજયવાડામાં જન્મેલા અનિલે 76 બોલમાં 111 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી અને તેના કેપ્ટન સાથે ચોથી વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી. 28 વર્ષીય અનિલને તેના દાદા પિચિયા શાસ્ત્રીએ વિજયવાડામાં ક્રિકેટ શીખવાની પ્રેરણા આપી હતી.
અનિલની માતાનું નામ પદ્માવતી પલ્લેકોના છે જે અનિલના બાળપણમાં ભારતની બહાર કામ કરતી હતી અને તેની ગેરહાજરીમાં અનિલનો ઉછેર તેના દાદા દાદી દ્વારા થયો હતો.
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા અનિલે જણાવ્યું કે જ્યારે તે છ વર્ષનો હતો ત્યારે તેની માતા ઓકલેન્ડમાં કામ કરવા ગઈ હતી. ત્યાં ન્યુઝીલેન્ડમાં, અનિલે કોર્નવોલ ક્રિકેટ ક્લબમાં જોરદાર પ્રેક્ટિસ કરી અને 23 વર્ષની ઉંમરે 2019માં લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો. તેણે T20 અને ODIમાં પણ સ્થાન મેળવ્યું હતું, પરંતુ કઠિન સ્પર્ધાને જોતા આયર્લેન્ડ કે નેધરલેન્ડ જેવી કોઈ જગ્યાએ આવવાનું વિચાર્યું હતુ.
અગાઉ અનિલે ઈંગ્લેન્ડમાં ક્લબ ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું હતું. તે કોઈપણ સંજોગોમાં ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો છોડવા માંગતો ન હતો. સંપૂર્ણ કોન્ટ્રાક્ટ સાથે નોકરીની શોધ અનિલને નેધરલેન્ડની ટીમમાં પણ લઈ ગઈ, જ્યાં તેણે એક ટેક્નોલોજી કંપનીના માર્કેટિંગ વિભાગમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. અનિલના જણાવ્યા અનુસાર નેધરલેન્ડ ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફે કામ અને ક્રિકેટ વચ્ચે સંતુલન જાળવવામાં જબરદસ્ત સહયોગ આપ્યો હતો.
આ બધી મહેનતનું પરિણામ છે કે આજે અનિલ નેધરલેન્ડ ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. તે 2019માં નેધરલેન્ડ ગયો હતો. તેને ગયા વર્ષે 31 મેના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ODI ડેબ્યૂ કરવાની તક મળી, જેમાં તેણે અણનમ 58 રન બનાવીને બધાને પ્રભાવિત કર્યા હતા.
અનિલ ડચ ટીમ માટે 16 વનડે રમી ચૂક્યો છે અને હવે તે ભારતમાં વર્લ્ડ કપ રમવાનું સપનું જોઈ રહ્યો છે. તેની ટીમ ICC વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયરના સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અનિત ભારતમાં તેના પરિવારની સામે ક્રિકેટ-પ્રેરિત વાતાવરણમાં પ્રદર્શન કરવા આતુર છે.
તેની દાદી હજી પણ ભારતમાં રહે છે. દાદા 5 વર્ષ પહેલા ગુજરી ગયા છે. અનિલ તેની વતન પર તેની દાદીની સામે ક્રિકેટ રમવા માટે ઉત્સુક છે અને તેની ટીમ ક્વોલિફાય થાય તે માટે પ્રાર્થના કરી રહ્યો છે. અનિલ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત ભારત આવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ક્યારેક તે શક્ય નથી બનતું. છેલ્લી વખત તેઓ માર્ચ 2021માં ભારત આવ્યા હતા.
અનિલ વિશ્વના બાકીના ક્રિકેટરોની જેમ વિરાટ કોહલીને ખૂબ પસંદ કરે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, 'મારી પાસે માત્ર બે આંતરરાષ્ટ્રીય સદી છે, જ્યારે વિરાટ કોહલીના નામે 70થી વધુ છે. વિરાટ જે રીતે રમે છે તે મને ગમે છે. અમે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાં તેમની સામે રમ્યા હતા. હું તેની ઇનિંગ્સ જોઈને દંગ રહી ગયો હતો. તે સંપૂર્ણ પ્રોફેશનલ અને ફિટનેસ ફ્રીક છે. તે મેદાન પર અને મેદાનની બહાર એક આદર્શ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
