ICC U19 Women's T20 World Cup : ભારતે જીત્યો અંડર 19 મહિલા ટી20 વર્લ્ડ કપ, રચ્યો ઇતિહાસ
ICC U19 Women's T20 World Cup : ભારતીય ટીમે ફાઇનલ મેચમાં શરૂઆતથી જ ઈંગ્લેન્ડ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી, ભારતીય ટીમે પ્રથમ એડિશન જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન બની હતી.
ICC U19 Women's T20 World Cup : આઇસીસી મહિલા અંડર 19 ટી20 વર્લ્ડ કપની પહેલી સિઝન જીતીને ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાએ પોચફ્સડ્રમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઇગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ 18 ઓવરમાં ફક્ત 68 રન પર સમગ્ર ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. જે બાદ ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી હતી.

ભારતીય ટીમની કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે યોગ્ય નિર્ણય સાબિત થયો હતો. ઈંગ્લેન્ડની ઓપનર લિબર્ટી હીપ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગઇ હતી. જે બાદ ફિયોના હોલેન્ડ પણ 10 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ગ્રેસ સ્ક્રિવેન્સ પણ 4 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ સંપૂર્ણ રીતે દબાણમાં આવી ગઈ હતી. ઇંગ્લિશ ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી રિયાના મેકડોનાલ્ડ હતી, જેણે બેટથી 19 રન બનાવ્યા હતા. 18મી ઓવરમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 68 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમ માટે ત્રણ બોલર્સે 2-2 વિકેટ ઝડપી હતી. તિતાસ સાધુને 2 વિકેટ મળી હતી. તેમના સિવાય અર્ચના દેવી અને પ્રશ્વી ચોપરાએ પણ 2-2 વિકેટ લીધી હતી. મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવે પણ કેટલાક પ્રભાવશાળી બોલિંગ પ્રદર્શન કર્યા હતા. આ ત્રણ બોલરોએ પોતાના ખાતામાં 1-1 વિકેટ પણ શામેલ કરી હતી. આ રીતે ટીમ ઈન્ડિયા માટે દરેક બોલરને વિકેટ મળી હતી.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦! 🏆🎉
— BCCI Women (@BCCIWomen) January 29, 2023
Meet the winners of the inaugural #U19T20WorldCup
INDIA 🇮🇳 #TeamIndia pic.twitter.com/ljtScy6MXb
જે બાદ ભારતે સુકાની શેફાલી વર્માની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. તેણીએ 15 રન બનાવ્યા હતા. જે બાદ શ્વેતા સેહરાવત 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સૌમ્યા તિવારી અને ત્રિશાએ ફ્રન્ટ સંભાળતા ટીમને આગળ લઈ જવામાં આવી હતી. ત્રિશા 24 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, પરંતુ તિવારી 24 રન બનાવીને અણનમ રહી હતી. આ રીતે ભારતીય ટીમે 14 ઓવરમાં 3 વિકેટે 69 રન બનાવીને ઈતિહાસ રચ્યો અને પ્રથમ વખત આ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
