IND vs WI: વેસ્ટ ઇન્ડિઝને હરાવી ભારત સેમિફાઈનલમાં, સંજૂની શાનદાર બેટિંગ, હવે ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર
India vs West Indies: ઈડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર ટી20 વર્લ્ડ કપના આ અત્યંત રોમાંચક સુપર-8 મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય બોલરોની બરાબરની ખબર લીધી હતી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કેરેબિયન પાવર-હિટર્સે આ નિર્ણયને સંપૂર્ણપણે ખોટો સાબિત કરી દીધો. વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 195 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ભારતે 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગની શરૂઆત મધ્યમ રહી હતી, પરંતુ અસલી ધમાકો મધ્યક્રમના બેટ્સમેનોએ કર્યો હતો. રોસ્ટન ચેઝે ઇનિંગને મજબૂત આધાર આપતા 40 રનનું મહત્વનું યોગદાન આપ્યું, જ્યારે શાઈ હોપે 32 રનની સંયમિત ઇનિંગ રમી હતી. જોકે, ઇનિંગની અંતિમ ઓવરોમાં જેસન હોલ્ડર અને કેપ્ટન રોવમેન પોવેલે ભારતીય આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું.
હોલ્ડરે માત્ર 22 બોલમાં અણનમ 37 રન ફટકાર્યા હતા, જેમાં તેણે મેદાનની ચારે બાજુ શૉટ્સ ફટકાર્યા હતા. બીજી તરફ પોવેલે પણ તેને પૂરો સાથ આપતા 19 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે થયેલી તોફાની ભાગીદારીના જોરે જ વેસ્ટ ઈન્ડિઝ અંતિમ 5 ઓવરમાં ઝડપથી રન બટોરવામાં સફળ રહ્યું હતું.
જસપ્રીત બુમરાહને બાદ કરતાં એક પણ બોલર કેરેબિયન બેટ્સમેનો પર અંકુશ મેળવી શક્યો નહોતો. બુમરાહે શાનદાર સ્પેલ ફેંકીને 2 વિકેટ ઝડપી હતી, પરંતુ બીજા છેડેથી તેને પૂરતો સહયોગ મળ્યો નહોતો. વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાને એક-એક સફળતા ચોક્કસ મળી હતી, પરંતુ તેઓ ખૂબ મોંઘા સાબિત થયા હતા.
જવાબી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત નબળી રહી હતી. અભિષેક શર્મા 10 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઈશાન કિશન પણ સસ્તામાં આઉટ. સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસને ઇનિંગને આગળ ધપાવી હતી, પરંતુ સૂર્યા 18 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. બીજી તરફ સેમસન પોતાનું કામ કરતો રહ્યો અને ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો. 12 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટ પર 104 રન હતો.
તિલક વર્મા સારી શરૂઆત કર્યા બાદ આઉટ થયો હતો. જોકે તે ઝડપથી રમ્યો અને 15 બોલમાં 27 રન બનાવી આઉટ થયો. સેમસન ઇનિંગ આગળ ધપાવતો રહ્યો અને હાર્દિક પંડ્યા પણ સાથે રહ્યો, બંનેએ મળીને 17 ઓવરમાં સ્કોર 4 વિકેટ પર 166 સુધી પહોંચાડ્યો. આ દરમિયાન હાર્દિક પંડ્યા 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો અને ભારતને અંતિમ 10 બોલમાં 17 રનની જરૂર હતી. આ દરમિયાન શિવમ દુબેએ બે ચોગ્ગા ફટકારીને કામ આસાન કરી દીધું અને અંતિમ ઓવરમાં જીતવા માટે 7 રનની જરૂર હતી. સંજુ સેમસને અંતિમ ઓવરના પ્રથમ બોલે છગ્ગો ફટકારીને વેસ્ટ ઈન્ડિઝનું સપનું તોડી નાખ્યું. ત્યારબાદ સેમસને ચોગ્ગો ફટકારી ભારતને 5 વિકેટથી જીત અપાવીને છઠ્ઠી વખત ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચાડી દીધું.
ભારતની જીતનો હીરો સંજુ સેમસન રહ્યો, તેણે 50 બોલમાં અણનમ 97 રનની ઇનિંગ રમી, આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. સેમીફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે, જે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
