INDvSL: 2જા દિવસને અંતે શ્રીલંકાનો સ્કોર 19/1,ભારતથી 333 રન પાછળ
ભારત વિ. શ્રીલંકા: 3જી ટેસ્ટ મેચ, 2જો દિવસ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની છેલ્લી મેચ પલ્લેકેલેમાં રમાઇ રહી છે. ભારતે આ સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે પહેલી મેચ 304ના રનના અંતરથી જીતી હતી અને બીજી મેચની ઇનિંગ 53 રનના અંતર સાથે જીતી હતી. વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે આ 8મી સીરિઝ પર કબજો કર્યો છે. રવિવારે રમાયેલ મેચમાં જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કોલંબો ટેસ્ટમાં આઇસીસીના નિયમોના ઉલ્લંઘન બદલ જાડેજાને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતના ઓપનિંગ બેટ્સમેન શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. કે.એલ.રાહુલે 85 રન ફટકાર્યા હતા, ત્યાર બાદ શિખર ધવને શાનદાર સદી ફટકારી હતી, જો કે આ સિવાય કોઇ ભારતીય બેટ્સમેન અર્ધસદી ન ફટકારી શક્યા.
સ્કોર અપડેટ્સ:
શ્રીલંકાની 2જી ઇનિંગ
- બીજા દિવસનો ખેલ સમાપ્ત, શ્રીલંકાનો સ્કોર 19/1, ભારતથી 333 રન પાછળ
- દિમુથ(12) અને પુષ્પકુમારા(0) ક્રિઝ પર
- 15ના સ્કોર પર શ્રીલંકાની 1લી વિકેટ, થરંગા 7 બનાવી આઉટ, આ વિકેટ ઉમેશ યાદવે લીધી
- ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યું, સૌ પ્રથન બેટિંગ કરવા આવ્યા દિમુથ-થરંગા
શ્રીલંકાની 1લી ઇનિંગ, 2જો દિવસ
- 135 પર શ્રીલંકાની ટીમ ઓલ આઉટ, કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી
- 135ના સ્કોર પર શ્રીલંકાની 10મી વિકેટ અશ્વિને લીધી
- 135ના સ્કોર પર શ્રીલંકાની 9મી વિકેટ, વિશ્નાને કુલદીપે આઉટ કર્યા
- 125ના જ સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, પુષ્પકુમારા પણ આઉટ
- 125ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ, 48 રન બનાવી ચંડીમલ આઉટ
- 107ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, પરેરા 0 પર આઉટ, કુલદીપે આ બીજી વિકેટ લીધી
- 101ના સ્કોર પરઅડધી શ્રીલંકાની ટીમ પેવેલિયન પરત, ડિક્વેલાને કુલદીપે આઉટ કર્યા
- ટી બ્રેક સુધીમાં શ્રીલંકાનો સ્કોર 61/4
- 38ના જ સ્કોર પર શ્રીલંકાની 4જી વિકેટ, હાર્દિક પંડ્યાએ મેથ્યૂઝને કર્યા આઉટ
- 38ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, 18 રન બનાવી મેંડિસ આઉટ
- 23ના સ્કોર પર શ્રીલંકાની 2જી વિકેટ, 4 રન બનાવી કરુણારત્ને આઉટ
- 14ના સ્કોર પર શ્રીલંકાની પહેલી વિકેટ, 5 રન બનાવી થરંગા આઉટ, આ વિકેટ શમીએ લીધી
- 487 પર ઓલ આઉટ થઇ ભારતીય ટીમ, 108 રન બનાવી હાર્દિક પંડ્યા આઉટ
- લંચ સુધીમાં ભારતનો સ્કોર 487/9
- હાર્દિક પંડ્યાએ 86 બોલમાં 7 છગ્ગા સાથે સદી ફટકારી
- ભારતીય ટીમની 9મી વિકેટ, 8 રન બનાવી શમી આઉટ
- 401ના સ્કોર પર ભારતની 8મી વિકેટ, 26 રન બનાવી કુલદીપ યાદવ આઉટ
- બીજા દિવસની શરૂઆતમાં જ લાગ્યો ભારતને ઝાટકો, 16 રન બનાવી સાહા આઉટ
- સાહા 13 રન સાથે અને પંડ્યા 1 રન સાથે ક્રિઝ પર
ભારતીય ટીમ(પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મહમ્મદ શમી
શ્રીલંકા ટીમ(પ્લેઇંગ ઇલેવન): દિમૂથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, ધનંજય ડીસિલ્વા, દિનેશ ચાંડીમલ(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિક્વેલા(વિકેટ કીપર), રંગના હેરાથ, દિલરુવાન પરેરા, મલિંડા પુષ્પાકુમારા, નુવાન પ્રદીપ
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
