INDvSL:શ્રીલંકા સામેની સતત 7મી ODI પર ભારતનો કબજો
ભારત વિ. શ્રીલંકા 3જી વન ડે મેચ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચ વન ડે સીરિઝની 3જી મેચ રવિવારે પલ્લેકલ ખાતે રમાઇ હતી. આ સીરિઝમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ 3-0થી આગળ છે. દાંબુલામાં રમાયેલ પહેલી વન ડે મેચ ભારતે 9 વિકેટના અંતરથી જીતી હતી, ત્યાર બાદ પલ્લેકલ ખાતે રમાયેલ બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાને જીતવા માટે ખાસી મહેનત કરવી પડી હતી.
બંને દેશો વચ્ચેની 2જી વન ડે મેચમાં શ્રીલંકા તરફથી પહેલી વાર મેદાન પર ઉતરેલા ખેલાડી અકીલ ધનંજયે 6 ભારતીય બેટ્સમેનને આઉટ કરી શ્રીલંકાને જીતની નજીક પહોંચાડ્યું હતું, તે સમયે ટીમ ઇન્ડિયાને કામમાં આવ્યો ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનો અનુભવ. ધોનીએ ભુવનેશ્વર કુમાર સાથે મળીને વિશાળ સ્કોરની ભાગીદારી નોંધાવતા ભારતીય ટીમને 3 વિકેટથી જીત અપાવી હતી.

સ્કોર અપડેટ્સ:
- જસપ્રીત બુમરાહને શાનદાર બોલિંગ માટે 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા
- ભારતે શ્રીલંકા વિરુદ્ધ સતત 7મી વન ડે સીરિઝ પર કબજો જમાવ્યો છે
- રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની 67 રન સાથે નોટ આઉટ રહ્યા, ભારતે આ સીરિઝમાં 3-0થી આગળ છે.
- ભારતે 217 રનનું લક્ષ્ય 45.1 ઓવરમાં પાર કરતાં 6 વિકેટથી સીરિઝ પર કબજો જમાવ્યો છે
- શ્રીલંકાની ટીમના પ્રદર્શનથી નારાજ ફેન્સે મેદાનમાં ફેંકી બોટલો, જેને કારણે મેચમાં બાધા પડી. ભારતને જીત માટે માત્ર 8 રનની જરૂર
- ધોનીએ ફટકારી અર્ધસદી, ભારતને જીતવા માટે 22 રનની જરૂર
- 118 બોલમાં રોહિત શર્માએ ફટકારી શાનદાર સદી
- ભારતની 4થી વિકેટ, 0 પર આઉટ કેદાર જાધવ
- 61ના સ્કોર પર ભારતની 3જી વિકેટ, 17 રન બનાવી રાહુલ આઉટ
- 19ના સ્કોર પર ભારતની 2જી વિકેટ, કપ્તાન વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી આઉટ
- 9ના સ્કોર પર ભારતની 1લી વિકેટ, 5 રન બનાવી ધવન આઉટ
- શ્રીલંકાએ ટીમ ઇન્ડિયાને 218 રનનું લક્ષ્ય આપ્યું
- શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 217 રન ફટકાર્યા
- 210ના સ્કોર પર શ્રીલંકાની 9મી વિકેટ, દુશમંથા 6 બનાવી થયા રન આઉટ
- 201ના સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, સિરિવર્દના 29 રન બનાવી આઉટ. આ વિકેટ પણ બુમરાહે લીધી
- 191ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ, અકિલા ધનંજય માત્ર 2 જ રન બનાવી બુમરાહનો શિકાર બન્યા
- 181ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, ચમારા 14 રન બનાવી આઉટ. આ વિકેટ અક્ષર પટેલે લીધી
- 159ના સ્કોર પર શ્રીલંકાની 5મી વિકેટ, લાહિરૂ 80 રન બનાવી જસપ્રીત બુમરાહનો શિકાર બન્યા
- 138ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, મેથ્યૂઝ 11 રન બનાવી આઉટ. તેમને કેદાર જાધવે lbw કર્યા
- 100ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, ચાંડીમલ આઉટ. આ વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી
- ચાંડીમલની સ્થિર બેટિંગ, સ્કોર 50ની પાર
- 28ના સ્કોર પર શ્રીલંકાની 2જી વિકેટ, મેંડિસ પણ આઉટ. આ વિકેટ પણ બુમરાહે લીધી
- 18ના સ્કોર પર શ્રીલંકાની 1લી વિકેટ, ડિક્વેલા 13 રન બનાવી આઉટ, જસપ્રીત બુમરાહે તેમને lbw કર્યા
- ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની 299મી વન ડે મેચ
- ટોસ હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, ટીમ ઇન્ડિયામાં કોઇ પરિવર્તન નથી. બીજી વન ડે મેચમાં અમારી ટીમે મુશ્કેલીનો સામનો કર્યો, પરંતુ ધોનીનો અનુભવ કામ આવ્યો. બીજી વન ડે મેચ ટીમ ઇન્ડિયા માટે પડકારરૂપ રહી, પરંતુ સાથે જ કંઇક શીખવા પણ મળ્યું.
- શ્રીલંકાના કપ્તાન ઉપુલ થરંગા સસ્પેન્ડ થયા બાદ લાહિરૂ થિરિમાને ટીમમાં લેવામાં આવ્યા. આ સિવાય ઇજાગ્રસ્ત ગુનાથલિકાના સ્થાને દિનેશ ચાંડીમલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો.
- શ્રીલંકાના કપ્તાન ચમારા કપુગેદરાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
ટીમ ઇન્ડિયા(પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી(કપ્તાન), લોકેશ રાહુલ, એમએસ ધોની(વિકેટ કીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યજવેન્દ્ર ચહલ
શ્રીલંકા(પ્લેઇંગ ઇલેવન): નિરોસન ડિક્વેલા(વિકેટ કીપર), દાનુસ્કા ગુનાથિલકા, કુસલ મેંડિસ, લાહિરૂ થિરિમાને, એન્જેલો મેથ્યૂઝ, ચામરા કપુગેદેરા(કપ્તાન), મલિંદા સિરીવર્દના, અકીલા ધનંજયા, દુશમંથા ચમીરા, વિશ્વા ફર્નાંડો, લસિથ મલિંગા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
