INDvSL: ભારતનો સ્કોર 622/9,સામે શ્રીલંકાની નબળી શરૂઆત
ભારત વિ. શ્રીલંકા: 2જી ટેસ્ટ મેચ, 2જો દિવસ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 ટેસ્ટ મેચ સીરિઝની બીજી મેચ કોલંબો ખાતે રમાઇ રહી છે, આ મેચનો આજે એટલે કે શુક્રવારે બીજો દિવસ છે. પહેલી ટેસ્ટ મેચમાં ભારત 304 રનના અંતરથી જીત્યું હતું, આ સીરિઝમાં ભરત 1-0થી આગળ છે. કપ્તાન વિરાટ કોહલીની સેના બીજી ટેસ્ટ મેચ પણ જીતી ટેસ્ટ સીરિઝ પર કબજો કરવા મેદાનમાં ઉતરી છે. બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ભારતે 3 વિકેટના નુકસાન સાથે 344 રન બનાવ્યા હતા. ભારતીય ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને કે.એલ.રાહુલે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા હતા.

સ્કોર અપડેટ્સ:
શ્રીલંકાનો દાંવ:
- શ્રીલંકાએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 50 રન બનાવ્યા
- 33ના સ્કોર પર શ્રીલંકાની 2જી વિકેટ, દિમુથ આઉટ, બેટિંગ માટે મેદાન પર ઉતર્યા કપ્તાન ચાંડીમલ
- ખરાબ શરૂઆત બાદ દિમુથ-મેંડિસે સંભાળી સ્થિતિ
- બીજી જ ઓવરમાં શ્રીલંકાની વિકેટ, થરંગા 0 પર આઉટ
ભારતની પહેલી ઇનિંગમાં સ્કોર 622/9
- જાડેજા 70 અને ઉમેશ યાદવ 8 રન બનાવી નોટ આઉટ
- 622ના સ્કોર પર ભારતનો દાંવ પૂર્ણ
- જાડેજાએ ફટકાર્યો ચોગ્ગો, ભારતનો સ્કોર 600ની પાર
- 598ના સ્કોર પર ભારતની 9મી વિકેટ, સતત બે છગ્ગા ફટકારી આઉટ થયા શમી
- જાડેજાએ ફટકારી અર્ધસદી, 70 બોલમાં 51 રન
- 568ના સ્કોર પર ભારતની 8મી વિકેટ, 67 રન બનાવી સાહા સ્ટંપ આઉટ
- ટી બ્રેક સુધીમાં ભારતે 7 વિકેટ ગુમાવી 553 રન બનાવ્યા હતા
- સાહાએ ફટકારી અર્ધ સદી, વિશાળ સ્કોર તરફ આગળ વધતી ટીમ ઇન્ડિયા
- 496ના સ્કોર પર ભારતની 7મી વિકેટ, 20 રન બનાવી પંડ્યા આઉટ, શ્રીલંકાના પુષ્પકુમારાની આ બીજી વિકેટ છે
- 451ના સ્કોર પર ભારતની 6ઠ્ઠી વિકેટ, અર્ધ-સદી ફટકારી અશ્વિન આઉટ
- લંચ બ્રેક સુધીમાં ભારતનો સ્કોર હતો 442/5
- 413ના સ્કોર પર ભારતની 5મી વિકેટ, 132 રન બનાવી રહાણે આઉટ
- રહાણે-અશ્વિનની સ્થિર બેટિંગ, ભારતનો સ્કોર 400ની પાર
- 350ના સ્કોર પર ભારતની 4થી વિકેટ, 133 રન બનાવી પૂજારા LBW
- બીજા દિવસની રમત શરૂ, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ક્રિઝ પર
ભારતીય ટીમ(પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા,(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મહમ્મદ શમી
શ્રીલંકા ટીમ(પ્લેઇંગ ઇલેવન): દિમૂથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, ધનંજય ડીસિલ્વા, દિનેશ ચાંડીમલ(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિક્વેલા(વિકેટ કીપર), રંગના હેરાથ, દિલરુવાન પરેરા, મલિંડા પુષ્પાકુમારા, નુવાન પ્રદીપ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
