INDvSL: ભારતની 231 રન સાથે થઇ ભવ્ય જીત
ભારત વિ. શ્રીલંકા 2જી વન ડે મેચ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચેની 5 વન ડે મેચની સીરિઝની 2જી મેચ પલ્લેકલ ખાતે રમાઇ હતી. બંને દેશો વચ્ચે દાંબુલામાં રમાયેલ 1લી વન ડે મેચમાં ભારતે શ્રીલંકાને ખૂબ સરળતાથી 9 વિકેટથી માત આપી હતી. પહેલી મેચમાં ભારત તરફથી શિખર ધવને શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સદી ફટકારી હતી, સાથે જ કપ્તાન વિરાટ કોહલીએ પણ 82 રન ફટકાર્યા હતા. શ્રીલંકાના કપ્તાન છે ઉપુલ થરંગા, પરંતુ ટેસ્ટ મેચની માફક જ વન ડેમાં પણ તેમની ટીમ હજુ ખાસ સારું પ્રદર્શન નથી કરી શકી. આ વન ડે સીરિઝમાં લસિથ મલિંગા અને થિસારા પરેરાની વાપસી થઇ છે, પરંતુ તેઓ પણ ખાસ સારું પ્રદર્શન નથી કરી શક્યા.

સ્કોર અપડેટ્સ:
- ભારતની 231/7 રન સાથે થઇ ભવ્ય જીત
- ભારતનો સ્કોર 160 થયો છે.
- એમ. એસ ધોની અને ભુવનેશ્વર કુમાર સારા રન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- ભારતી 7 વિકેટ પડવાની સાથે સ્કોર થયો છે 156
- ભારતની એક પછી એક વિકેટો પડી રહી છે
- શ્રીલંકાએ ભારતને આપ્યો 237 રનનો લક્ષ્યાંક
- શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 236 રન બનાવ્યા છે
- છેલ્લી બંને વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી, આ મેચમાં બુમરાહે 4 વિકેટ લીધી
- 230ના સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, ધનંજયા માત્ર 9 રન બનાવી આઉટ
- 221ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ, કપુગેદરા 40 રન બનાવી આઉટ
- 212ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, સિરીવર્ધના 58 રન બનાવી આઉટ, આ વિકેટ બુમરાહે લીધી
- શ્રીલંકાના સિરીવર્ધનાએ 49 બોલમાં ફટકારી અર્ધ-સદી, શ્રીલંકાનો સ્કોર 200ની પાર
- 5મી વિકેટ બાદ કપુદેગરા અને સિરીવર્ધનાએ સંભાળી બાજી
- 121ના સ્કોર પર શ્રીલંકાની 5 વિકેટ, 20 રન બનાવી મેથ્યૂઝ થયા LBW
- 99 સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, મેન્ડિસ 19 રન બનાવી આઉટ, તેમને ચહલે LBW કર્યા
- 81ના સ્કોર પર શ્રીલંકાને 3જો મોટો ફટકો, કપ્તાન ઉપુલ થરંગા માત્ર 9 રન બનાવી આઉટ, આ વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી
- 70ના સ્કોર પર શ્રીલંકાની 2જી વિકેટ, દાનુષ્કા 19 રન બનાવી આઉટ, આ વિકેટ ચહલે લીધી
- 41ના સ્કોર પર શ્રીલંકાની 1લી વિકેટ, ડિક્વેલા 31 રન બનાવી આઉટ, આ વિકેટ બુમરાહે લીધી
- ટોસ બાદ કપ્તાન કહોલીએ કહ્યું કે, મને દેશ માટે રમતા 9 વર્ષ થઇ ગયા છે અને મારી 300મી મેચ છે. આ મારા માટે ગર્વની વાત છે.
- ભારતીય ટીમમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી, જ્યારે શ્રીલંકાની ટીમમાં ત્રણ પરિવર્તન કરવામાં આવ્યા છે. શ્રીલંકાની ટીમમાં વાનિદુ હસરંગાના સ્થાને મલિંદા સિરીવર્દના, થિસારા પરેરાના સ્થાને અકીલા ધનંજયા અને લક્ષ્મણ સદાકનના સ્થાને દુશમંથા ચમીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
ટીમ ઇન્ડિયા(પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી(કપ્તાન), લોકેશ રાહુલ, એમએસ ધોની(વિકેટ કીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યજવેન્દ્ર ચહલ
શ્રીલંકા(પ્લેઇંગ ઇલેવન): નિરોસન ડિક્વેલા(વિકેટ કીપર), દાનુસ્કા ગુનાથિલકા, કુસલ મેંડિસ, ઉપુલ થરંગા(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, ચામરા કપુગેદેરા, મલિંદા સિરીવર્દના, અકીલા ધનંજયા, દુશમંથા ચમીરા, વિશ્વા ફર્નાંડો, લસિથ મલિંગા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
