IndvSL: 9 વિકેટથી જીત્યું ભારત, શિખર ધવન મેન ઓફ ધ મેચ
ભારત વિ. શ્રીલંકા 1લી વન ડે મેચ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચેની 5 વન ડે સીરિઝની પહેલી મેચ રવિવારે શ્રીલંકાના ડંબુલામાં રમાઇ હતી. ટેસ્ટ સીરિઝમાં શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા વન ડે સીરિઝમાં પણ જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. છેલ્લા થોડા સમયથી કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. આઇસીસી વન ડે રેંકિંગમાં હાલ ભારતીય ટીમ 3જા નંબરે બિરાજમાન છે. છેલ્લે વર્ષ 2012માં ભારત શ્રીલંકા સામે દ્વિપક્ષીય વન ડે સીરિઝ રમ્યું હતું. ત્યારે રમાયેલ 5 મેચોમાં ટીમ ઇન્ડિયાએ 4-1થી વિજય મેળવ્યો હતો.

સ્કોર અપડેટ:
- ભારતે ૨૮.૫ ઓવરમાં ૨૨૦ રન બનાવ્યા
- શિખર ધવન અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગે અપાવી જીત
- શિખર ધવને ૧૩૨ રન ફટકાર્યા તો કપ્તાન કોહલીએ પણ ૭૦ બોલમાં ૮૨ રન બનાવ્યા
- શિખર ધવનની શાનદાર સદી, કોઇ પણ ભારતીય દ્વારા શ્રીલંકામાં ફટકારીયેલી સૌથી ઝડપી સદી
- શિખર ધવને ૭૧ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી બનાવ્યા ૧૦૦ રન
- ધવન અને કોહલીની શાનદાર બેટિંગ સામે લાચાર શ્રીલંકાના બોલકો
- ટીમ ઇન્ડિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 83 રન બનાવ્યા છે
- 23ના સ્કોર પર ભારતની 1લી વિકેટ, માત્ર 4 રન બનાવી રોહિત શર્મા રન આઉટ
- 216 પર ઓલ આઉટ થઇ ટીમ શ્રીલંકા, ભારતને મળ્યો 217 રનનો લક્ષ્યાંક
- શ્રીલંકાની ટીમે 43.2 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 216 રન બનાવ્યા છે
- શ્રીલંકાની 10મી વિકેટ, બુમરાહે વિશ્વાને કર્યા બોલ્ડ
- 209ના સ્કોર પર શ્રીલંકાની 9મી વિકેટ, મલિંગાને ચહલના બોલ પર ધોનીએ કર્યા સ્ટંપ આઉટ
- 187ના સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, સંદાકન આઉટ, અક્ષર પટેલની ત્રીજી વિકેટ
- 178ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ, પરેરા આઉટ, બુમરાહે લીધી વિકેટ
- 176ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, હસરંગા માત્ર 2 રન બનાવી આઉટ, આ વિકેટ અક્ષર પટેલે લીધી
- 169ના સ્કોર પર શ્રીલંકાની 5મી વિકેટ, કપુગેદરા રન આઉટ
- 166ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, કપ્તાન થરંગાના કેદાર જાધવે આઉટ કર્યા
- 150ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, અક્ષર પટેલે મેંડિસને કર્યા બોલ્ડ, મેંડિસે 37 બોલમાં 36 રન બનાવ્યા
- 139ના સ્કોર પર શ્રીલંકાની બીજી વિકેટ, 64 રન બનાવી ડિક્વેલા આઉટ, જાધવે કર્યા LBW
- 74ના સ્કોર પર શ્રીલંકાની પહેલી વિકેટ, 37 રન બનાવી દાનુસ્કા આઉટ, ચહલે લીધી વિકેટ
- શ્રીલંકાની ધારદાર બેટિંગ સામે ફીક્કા પડ્યા ભુવનેશ્વર અને પંડ્યા
- શ્રીલંકાનો દાંવ શરૂ, દાનુસ્કા અને ડિક્વેલા ક્રિઝ પર
- કપ્તાન વિરાટ કોહલીએ જણાવ્યું કે, ટીમમાંથી 4 ખોલાડીઓ બહાર કરાયા છે. મનીષ પાંડે, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અજિંક્ય રહાણે
- ટૉસ જીત્યા બાદ કપ્તાન કોહલીએ કહ્યું કે, ટૉસ જીતવો મોટી વાત છે, પરંતુ તમારે તમારી સ્કિલ્સનો બરાબર ઉપયોગ કરવો જોઇએ, તો જ તમને ટૉસ જીત્યાનો ફાયદો મળે છે.
- ટૉસ જીત્યા બાદ વિરાટ કોહલીએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ટીમ ઇન્ડિયા(પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી(કપ્તાન), લોકેશ રાહુલ, એમએસ ધોની(વિકેટ કીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યજવેન્દ્ર ચહલ
શ્રીલંકા(પ્લેઇંગ ઇલેવન): નિરોસન ડિક્વેલા(વિકેટ કીપર), દાનુસ્કા ગુનાથિલકા, કુસલ મેંડિસ, ઉપુલ થરંગા(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, ચામરા કપુગેદેરા, વાનિદુ હસરંગા, થિસારા પરેરા, લક્ષ્મણ સદાકન, વિશ્વા ફર્નાંડો, લસિથ મલિંગા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
