ind vs aus live score : ભારતની શાનદાર જીત, કેએલ રાહુલ-સુર્યકુમાર યાદવની ઈનિંગ્સે ટીમને જીત સુધી પહોંચાડી
india vs australia live score, (India vs Australia 1st ODI Match 2023): ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત 22 સપ્ટેમ્બરના રોજ થઇ રહી છે. બંને ટીમો મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ટકરાશે.
ભારત પાસે વનડેમાં ટોપ રેકિંગવાળી ટીમ બનવાનો શાનદાર તક મળી રહી છે. પહેલી વનડે જીતીને ટીમ ઇન્ડિયા બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમને પાછળ છોડીને વનડે રેકિંગમાં ટોપ પર પહોંચી જશે.

ભારત આ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સહિત તેમના ઘણા મુખ્ય સ્ટાર્સ વગર રમવા મેદાનમાં છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
ઓસ્ટ્રેલિયા 200ને પાર કરી ગયું છે
IND vs AUS Live Score : ભારત સામે બેટિંગ કરતી વખતે, ઓસ્ટ્રેલિયન ટીમને નિયમિત અંતરે આંચકાઓ મળતાં રહ્યાં, 200 રનનો આંકડો પાર કરે તે પહેલાં જ ઓસ્ટ્રેલિયન ટીમનો અડધો ભાગ પેવેલિયનમાં પાછો ફર્યો હતો, પરંતુ મેચની 42મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 200 રનનો આંકડો પાર કરી લીધો છે.
READ MORE












Click it and Unblock the Notifications
