એશિયા કપઃ ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા પહેલા આંકડાઓ પર કરો એક નજર
એશિયા કપઃ ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા પહેલા આંકડાઓ પર કરો એક નજર
15 સપ્ટેમ્બરથી એશિયા કપ 2018નો પ્રારંભ થઈ ગયો છે. આજે ભારત અને હોંગકોંગ વચ્ચે મેદાની મુકાબલો છે પણ સૌકોઈની નજર 19મી સપ્ટેમ્બર એટલે કે બુધવારે ભારત-પાકિસ્તાન વચ્ચે થનાર ટક્કર પર છે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પહેલી વખત ફેન્સ ભારત-પાકિસ્તાનનો મુકાબલો નિહાળવા માટે રાહ જોઈને બેસી ગયા છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી છે. બંને દેશની ટીમ એકબીજાને ટક્કર આપે તેવી છે ત્યારે મુકાબલો રોમાંચક હશે. મેચ પહેલા જ કેટલાક ઐતિહાસિક આંકડાઓ પર નજર કરો.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 12 વખત ટક્કર થઈ છે જેમાંથી મેન ઈન બ્લૂ 6 વખત જીત્યા જ્યારે ગ્રીન આર્મી પાંચ વખત જીત્યા અને એક વખત રિજલ્ટ જાહેર નહોતું થઈ શક્યું. ભારતીય ટીમે કુલ 6 વખત એશિયા કપ ટાઈટલ જીત્યું જ્યારે પાકિસ્તાન માત્ર 2 વખત જ એશિયા કપના વિનર બની શક્યું.
ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી ટક્કરમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 45.90ની એવરેજથી સૌથી વધુ 459 રન ફટકાર્યા છે જેમાં બે સદી પણ સામેલ છે. જો કે એશિયા કપ 2018 માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ હાફિઝે 54.62ની રન રેટથી સૌથી વધુ 437 રન ફટકાર્યા હતા. જો કે મોહમ્મદ હાફિઝ પણ આ મેચ નહિ રમી શકે.

કમરની ઈજામાંથી પરત ફરેલા ભૂવનેશ્વર કુમારે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સૌથી વધુ વિકેટ ખેડવી છે, કુલ 7 મેચમાં ભૂવનેશ્વર કુમારે 11 વિકેટ ઝડપી છે. ભૂવનેશ્વર બાદ ઈશાંત શર્માએ પણ 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે. જ્યારે પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધના મુકાબલામાં સૌથી વિકેટ ઝડનાર બોલર છે ઑફ સ્પીનર સઈદ અજમલ. અજમને 9 મેચમાં કુલ 20 વિકેટ ખેડવી હતી. જો કે હવે તેઓ ક્રિકેટમાંથી રિટાયર્ડ થઈ ગયા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા મુકાબલા
1984 એશિયા કપઃ પાકિસ્તાનને ભારતે 54 રને હરાવ્યું.
1988 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું.
1995 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 97 રને હરાવ્યું.
1997 એશિયા કપઃ વરસાદના કારણે મેચ રદ થઈ.
2000 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું.
2004 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 59 રને હરાવ્યું.
2008 એશિયા કપઃ ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, જ્યારે સુપર ફોર સ્ટેજમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.
2010 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું.
2012 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું.
2014 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 1 વિકેટે હરાવ્યું.
2016 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું.
બુધવારની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ગ્રુપ સ્ટેજ મેચ છે, જે બાદ સુપર ફોર સ્ટેજ અને શક્ય છે કે ફાઈનલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાની જંગ થઈ શકે છે.
સંભવિત XI- ભારત
રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, મનિષ પાંડે, એમ.એસ.ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
બેંચ- અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહમદ
સંભવિત XI- પાકિસ્તાન
ઈમામ-ઉલ-હક, ફખર જમન, બાબર આઝમ, આસિફ અલી, શોએબ મલિક, સર્ફરાઝ એહમદ, શાદાબ ખાન, હસન અલી, મોહમ્મદ આમિર, જુનૈદ ખાન, ઉસ્માન ખાન.
બેંચ- ફહિમ અશ્રફ, હરિસ સોહેલ, મોહમ્મદ નવાઝ, શાહિન આફ્રિદી, શાન મસૂદ.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
