સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો
ભારતીય ક્રિકેટ ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ રવિવારે ન્યુઝીલેન્ડ સામે શાનદાર વિજય મેળવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતનો આ સતત બીજો વર્લ્ડ કપ વિજય છે અને ઘરઆંગણે આ ટ્રોફી જીતવાનો આ પ્રથમ પ્રસંગ છે.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 5 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓપનિંગ જોડી સંજુ સેમસન (89) અને અભિષેક શર્માએ (52) માત્ર 98 રનની ભાગીદારી કરી મજબૂત પાયો નાખ્યો હતો.
ઈશાન કિશનની અડધી સદીની મદદથી ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 86,000 દર્શકોની હાજરીમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતે 96 રનથી મોટી જીત મેળવી હતી.
જસપ્રીત બુમરાહે ફરી એકવાર પોતાની ઘાતક બોલિંગનો પરચો આપતા 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. બુમરાહના આ સ્પેલને કારણે કિવી ટીમ રન બનાવવા માટે સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે બુમરાહને "રાષ્ટ્રીય ધરોહર" ગણાવતા કહ્યું હતું કે તે જાણે છે કે દબાણની સ્થિતિમાં કેવી રીતે પ્રદર્શન કરવું. તેમણે બુમરાહને ક્રિકેટના આ ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ બોલર તરીકે પણ નવાજ્યો હતો.
વિજય બાદ સૂર્યકુમારે જય શાહ અને રોહિત શર્માનો આભાર માનતા જણાવ્યું કે આ જીત ટીમની મહેનતનું પરિણામ છે. તેમણે છેલ્લા બે વર્ષની સારી આદતો અને શિસ્તને સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
