IND vs ZIM : યશસ્વી-ગીલનું બેટથી તોફાન, ભારતની 10 વિકેટે જીત સાથે સિરીઝ પર કબ્જો
ભારતને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલા ચોથા T20 મુકાબલામાં ભારતે 10 વિકેટે શાનદાર જીત સાથે સિરીઝ પર કબ્જો કરી લીધો છે.
સિરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ ભારતે વાપસી કરતા પછીની ત્રણ મેચ જીતીને સિરીઝ પર કબ્જો કરી લીધો છે.

153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી. કેપ્ટન શુભમન ગિલના અણનમ 58 અને યશસ્વી જયસ્વાલના અણનમ 93 રનની મદદથી ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી.
ભારતને ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ ઝડપી શરૂઆત અપાવી હતી. યશસ્વી જયસ્વાલે માત્ર 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. યશસ્વી જયસ્વાલે T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં છઠ્ઠી અડધી સદી ફટકારી.
આ સિવાય કેપ્ટન શુભમન ગિલે પણ અડધી સદીની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની જોરદાર બેટિંગના કારણે ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. માધવેરે અને મારુમાનીએ ઝિમ્બાબ્વેને મજબૂત શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેન વચ્ચે પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી નોંધાઈ હતી.
અભિષેક શર્માએ ભારતને પ્રથમ સફળતા અપાવી. અભિષેક શર્માએ મારુમાનીને રિંકુ સિંહના હાથે કેચ આઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ભારત તરફથી ખલીલ અહેમદે બે વિકેટ લીધી, જ્યારે દેશપાંડે, સુંદર, અભિષેક અને શિવમને એક-એક વિકેટ મળી.












Click it and Unblock the Notifications
