IND vs WI: ભારતની હાર માટે કોણ છે જવાબદાર? હાર્દિક પંડ્યાએ લીધુ નામ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે લોડરહિલ, ફ્લોરિડામાં પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ આ મેચમાં જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. ભારતની આ હાર સાથે ટીમ સિરીઝ પણ હારી ગઈ છે.
આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ ફરી એકવાર ફ્લોપ જોવા મળી હતી. સૂર્યકુમાર યાદવ સિવાય ટીમનો કોઈ બેટ્સમેન ચાલી શક્યો નહોતો.

આ ફાઈનલ મેચમાં ભારતને 8 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા.
જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારતને 12 બોલ બાકી રહેતા 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
હાર બાદ ભારતીય સુકાની હાર્દિક પંડ્યાએ કહ્યું કે હું જે રીતે બેટિંગ કરવા ઈચ્છતો હતો તે રીતે બેટિંગ નથી કરી, તે સમય અમારા માટે મહત્વપૂર્ણ હતો. તેણે કહ્યું કે જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે તે સમયે અમે અમારી લય ગુમાવી દીધી હતી, અમે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા અને આ જ કારણે અમને મેચની કિંમત ચૂકવવી પડી. પંડ્યા તેની બેટિંગથી ખુશ દેખાતા ન હતા.
હાર્દિકે વધુમાં કહ્યું હતું કે હારવું ક્યારેક સારું હોય છે. હકારાત્મક બાજુએ આપણે ઘણું શીખ્યા છીએ. પંડ્યાના કહેવા પ્રમાણે, ટીમમાં આવીને યુવાનો પોતાનું ચરિત્ર બતાવી રહ્યા છે. જ્યારે હું જોઉં છું કે કોઈ યુવા ખેલાડી ટીમમાં આવે છે અને તે જવાબદારી નિભાવવા માટે આગળ વધે છે, ત્યારે મને ખૂબ આનંદ થાય છે. પંડ્યાએ કહ્યું કે ભલે અમે આ સિરીઝ હારી ગયા, પરંતુ અમે આ મેચમાંથી ઘણું શીખ્યા છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
