IND vs SL, World Cup 2023: શ્રીલંકાની સામે તરખાટ મચાવશે આ 5 ખેલાડી
IND vs SL, World Cup 2023: આઇસીસી વિશ્વ કપ 2023માં ધમાકેદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ક્રેકેટ ટીમ પોતાના આગામી મેચમાં શ્રીલંકા સાથે ટકરાશે. રોહિત સેના ટૂર્નામેન્ટમાં જીતની સિક્સ લગાવી ચૂકી છે. બેટિંગમાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે, આ સાથે વિરાટ કોહલી પણ ધમાકેદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામી ગતિથી કહેર વર્તાવી રહ્યા છે. બીજી તરફ શ્રીલંકાની હાલત ખૂબ જ ખરાબ છે, અને ટીમ છમાંથી ચાર મેચ હારી ચૂકી છે. પાંચ ભારતીય ખેલાડીઓ કોણ છે, જેઓ વાનખેડેમાં તેમના પ્રદર્શનથી શ્રીલંકાને ધુળ ચટાવી શકે છે.

જસપ્રીત બુમરાહ - જસપ્રીત બુમરાહ શ્રીલંકાના બેટ્સમેનો માટે આફત સાબિત થઈ શકે છે. બુમરાહને વાનખેડે મેદાન પર રમવાનો ઘણો અનુભવ છે. આ સાથે તેનું તાજેતરનું ફોર્મ પણ જબરદસ્ત છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બુમરાહ બીજા ક્રમે છે. જો બૂમ-બૂમ સ્પીડનો જાદુ ચાલશે, તો ભારતની સાતમી જીત નિશ્ચિત માની લો.
મોહમ્મદ શમી - બુમરાહનો પાર્ટનર મોહમ્મદ શામી પણ શાનદાર ફોર્મમાં છે. શામીએ વર્લ્ડ કપ 2023માં રમાયેલી માત્ર બે મેચમાં 9 વિકેટ લઈને પોતાના પ્રદર્શનથી સનસનાટી મચાવી દીધી છે. શામીએ પોતાના લહેરાતા બોલથી બેટ્સમેનોને પરેશાન કર્યા છે. આવી સ્થિતિમાં જો શામી વાનખેડેમાં તેના કિલર ફોર્મમાં જોવા મળે છે, તો તે શ્રીલંકાના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી શકે છે.
રોહિત શર્મા - રોહિત શર્મા કરતાં મુંબઈના વાનખેડે મેદાન પર રમવાનો અનુભવ ભાગ્યે જ કોઈને હશે. રોહિત વાનખેડેના દરેક ખૂણાથી વાકેફ છે. હિટમેન વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં છે. ભારતીય કેપ્ટને 6 મેચમાં 398 રન બનાવ્યા છે અને તેની એવરેજ 66.33 અને સ્ટ્રાઈક રેટ 119 છે.
વિરાટ કોહલી - વિરાટ કોહલીને શ્રીલંકાના બોલિંગ આક્રમણને ખૂબ પસંદ છે. કોહલીએ શ્રીલંકા સામે રમાયેલી 52 મેચોની 50 ઇનિંગ્સમાં 62.65ની બેજોડ એવરેજથી 2506 રન બનાવ્યા છે. વિરાટે 10 સદી અને 11 અડધી સદી પણ ફટકારી છે. એટલું જ નહીં કોહલીને વાનખેડે મેદાન પણ ખૂબ જ પસંદ છે. મુંબઈના આ મેદાન પર રમાયેલી 6 મેચોમાં વિરાટે 53.80ની એવરેજથી 269 રન બનાવ્યા છે.
કુલદીપ યાદવ - કુલદીપ યાદવ વાનખેડે મેદાન પર શ્રીલંકાના બેટ્સમેનો માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. કુલદીપ વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડ સામે પણ કુલદીપના ફરતા બોલનો જાદુ ચરમસીમાએ હતો.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
