IND vs SL T20I: ઈન્દોરમાં થશે રનનો વરસાદ, વાંચો પિચ રિપોર્ટ
IND vs SL T20I: ઈન્દોરમાં થશે રનનો વરસાદ, વાંચો પિચ રિપોર્ટ
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ઈન્ટરનેશનલ ટી20 મેચ વરસાદના કારણે બરબાદ થઈ ગઈ હતી, ત્યારે ફેન્સને આજે બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ જોવા માટે કંઈક અલગ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. મેચ પહેલા જ ભારતના ધાકડ બોલર જસપ્રિત બુમરાહ અને શિખર ધવનની વાપસી થતાં દર્શકો પણ મેચ જોવા માટે આતુર છે. મંગળવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાનાર મેચમાં દર્શકોની નજર ફરી એકવાર આ ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે. પહેલી મેચ બરબાદ થઈ જતાં હવે ભારતીય ટીમ અને શ્રીલંકન ટીમ બંને કોઈપણ કિંમતે મેચમાં જીત નોંધાવવા માંગશે. આગળ જાણો પિચ રિપોર્ટ..

મેદાનમાં એકવાર ફરી ધવન-બુમરાહ પર નજર
ઈજાગ્રસ્ત થતાં લાંબી બ્રેક લીધા બાદ વાપરી કરનાર જસપ્રીત બુમરાહ અને શિખર ધવન માટે શ્રીલંકા વિરુદ્ધની આ ટી20 સીરિઝ ફિટનેસ સાબિત કરવાનો મોટો મોકો છે. પહેલી મેચમાં પણ આ બંને ખેલાડીઓ પર તમામની નજર ટકેલી હતી, પરંતુ વરસાદના ખલેલ બાદ હોલ્કર મેચનો ઈંતેજાર કરવો પડી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝને માત આપ્યા બાદ ભારતે લાંબી બ્રેક બાદ મેદાન પર વાપસી કરી હતી પરંતુ વરસાદને પગલે મેચ ના થઈ શક્યો જેનાથી તેને વધુ એક હળવો મોકો મળી ગયો. હવે જસપ્રીત મુમરાહ, શિખર ધવન પણ બેતાબ હશે કે તેઓ પોતાનો લય હાંસલ કરે. શ્રીલંકાથી વધુ સારો મોકો તેમને મળી પણ ના શકે.

સંજૂ સેમસનને ઉતારવા માટે ઈંતેજાર વધી શકે
પહેલી મેચ રદ્દ થતાં ટીમ સાથે પ્રયોગ કરવાના મોકા પણ ઘટી ગયા છે, કેમ કે હવે સીરિઝમાં બાકી બંને મુકાબલા મહત્વના થઈ ગયા છે. એવામાં સંજૂ સેમસનને મેદાન પર ઉતારવાનો ઈંતેજાર વધી શકે છે. ગુવાહાટી ટી20માં ભારત-શ્રીલંકા વચ્ચે ટૉસ થયો હતો જે બાદ ઘોષિત કરવામાં આવેલ ટીમમાં સંજૂ સેમસનનું નામ નહોતું. પરંતુ હવે તેમને સામેલ કરવાના મોકા બહુ ઘટી ગયા છે કેમ કે મેચ મહત્વની હોવાના કારણે બની શકે કે કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં પ્રયોગ ના કરે. આ સિરીઝની શરૂઆતથી ઉમ્મીદ હતી કે શ્રીલંકા જેવી ટીમ સાથે સેમસનને મોકો આપવામાં આવી શકે છે.

હોલ્કરમાં ભારત ક્યારેય નથી હાર્યું
ભારતે આ મેદાન પર અત્યાર સુધી 8 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તમામ મેચમાં જીત હાંસલ કરી છે, જ્યારે આ મેદાન પર તેમણે શ્રીલંકા વિરુદ્ધ પોતાની એકમાત્ર ટી20 મેચ 22 ડિસેમ્બર 2017ના રોજ રમી હતી. આ મેચમાં ભારતે 88 રને જીત હાંસલ કરી હતી. તે મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી અને ભારત ટી20ના પોતાના સર્વોચ્ચ સ્કોર 260 રનો સુધી પહોંચી ગયું હતું.

હોલ્કરમાં થશે રનનો વરસાદ
હોલ્કર સ્ટેડિયમની વિકેટની વાત કરીએ તો અહીંની પિચ શરૂથી જ બેટ્સમેનો માટે મદદગાર માનવામાં આવે છે. એવામાં મંગળવારે આ મેદાન પર પાણીનો નહિ બલકે રનનો વરસાદ જોવા મળી શકે છે. આ સીરિઝમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે પરંતુ શિખર ધવન અને સલામી જોડીદાર લોકેશ રાહુલ પણ જબરો સ્કોર કરવાની સક્ષમતા ધરાવે છે. જ્યારે કેપ્ટન કોહલી પણ કોઈપણ હિસાબે પાછળ રહેવાના નથી. શ્રીલંકાની એ ટીમના કેટલાક ખેલાડીઓ જેવા કે એન્જેલો મેથ્યૂજ, નિરોશન ડિકવેલા પણ આ ટીમમાં છે. શ્રીલંકાની કોશિશ રહેશે કે આ મેદાન પર તેઓ પોતાના માટે સકારાત્મક હોય તેવી નવી યાદો લઈને આવે.

સંભવિત પ્લેઈંગ 11
ભારતઃ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, શિખર ધવન, શિવમ દુબે, શ્રેયસ ઐય્યર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મનીષ પાંડે, ઋષભ પંત, લોકેશ રાહુલ, નવદીપ સૈની, સંજૂ સેમસન, શાર્દૂલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર.
શ્રીલંકાઃ લસિથ મલિંગા, ધનંજય ડી સિલ્વા, વાનિંડુ હસારંગા, નિરોશન ડિકવેલા, ઓશાડા ફર્નાંડો, દાનુષ્કા ગુનાથિલકા, લાહિરુ કુમારા, એંજેલો મેથ્યૂજ, કુશલ મેન્ડિસ, કુશલ પરેરા, બાનુકા રાજપક્ષા, કાસુન રાજિથા, લક્ષણ સંદકાના, દાસુન શનકા, ઈસુરુ ઉદાના.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
