India vs South Africa: આજની મેચમાં કોણ રમશે? જાણો પ્લેઈંગ ઈલેવન
IND vs SA: T20 વર્લ્ડ કપ 2026નો રોમાંચ તેની ચરમસીમાએ છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટની બે દિગ્ગજ ટીમો, ભારત અને દક્ષિણ આફ્રિકા, સુપર-8ના અત્યંત મહત્વપૂર્ણ મુકાબલામાં સામસામે ટકરાશે. સેમીફાઈનલની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે બંને ટીમો માટે આ જીત અનિવાર્ય છે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલમાં શાનદાર લયમાં જોવા મળી રહી છે. સલામી જોડીની વાત કરીએ તો, અભિષેક શર્માના ખરાબ ફોર્મ છતાં ટીમ મેનેજમેન્ટ તેમના પર ભરોસો જાળવી રાખી શકે છે. તેમની સાથે ઈશાન કિશન ઇનિંગની શરૂઆત કરશે, જે વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે.
મધ્યક્રમમાં તિલક વર્મા અને પોતે કેપ્ટન સૂર્યા ટીમની કરોડરજ્જુ સમાન હશે. ઓલરાઉન્ડરની ભૂમિકામાં હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ટીમને સંતુલન પૂરું પાડશે, જ્યારે શિવમ દુબે અને રિંકુ સિંહના રૂપમાં ભારત પાસે બે એવા ફિનિશર છે જે કોઈપણ બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી શકે છે. બોલિંગની કમાન દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહના હાથમાં હશે, જેમને અર્શદીપ સિંહ અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સાથ આપશે.
દક્ષિણ આફ્રિકાની ટીમની જવાબદારી ડી કોક અને માર્કરમ પર રહેશે. આ બંને સિવાય ડેવાલ્ડ બ્રેવિસ પણ એક મહત્વનો ખેલાડી છે, જો તેના બેટમાંથી રન આવશે તો ટીમ ઈન્ડિયાના બોલરોની મુશ્કેલી વધી શકે છે. બંને ટીમોમાં બરાબરીની ટક્કર આપી શકે તેવા ખેલાડીઓ છે.
ભારત (સંભવિત પ્લેઈંગ ઈલેવન)
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકા (સંભવિત પ્લેઈંગ ઈલેવન)
એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકલટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, કોર્બિન બોશ, માર્કો જેન્સેન, કાગિસો રબાડા, કેશવ મહારાજ અને લુન્ગી એનગિડી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
